મોરબીની તાલુકા શાળા-2 માં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઊર્જાના વિવિઘ સ્રોત અંગેનો સેમિનાર યોજાયો
મોરબી જીલ્લામાં વરસાદના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં વળતર ચુકવવા ભૂપેન્દ્રભાઈ ગોધાણીની રજૂઆત
SHARE
મોરબી જીલ્લામાં વરસાદના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં વળતર ચુકવવા ભૂપેન્દ્રભાઈ ગોધાણીની રજૂઆત
મોરબી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે ત્યારે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સરકારી વળતર ચુકવવામાં આવે તેવી માગ મોરબી જિલ્લા પંચાયત વિપક્ષના નેતા ભૂપેન્દ્રભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવેલ છે
હાલમાં જિલ્લા પંચાયત વિપક્ષના નેતા ભૂપેન્દ્રભાઈ ગોધાણીએ ડીડીઓને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના દરેક તાલુકામાં 25 ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. જેમાં કપાસ, તલ, બાજરી, જુવાર, મગફળી વગેરે પાક અતિ વરસાદ અને પવનના લીધે નિષ્ફળ ગયા છે. જેથી તેનો સર્વે કરાવીને તાત્કાલિક ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ સીમતળના તમામ રસ્તાઓ અને પુલ તૂટી ગયા છે. તેના લીધે ખેડૂતો ખેતર સુધી જઈ શકતા નથી. જેથી કરીને ખેતીવાડી વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં સર્વે કરીને ખેડૂતોને પાકનું વળતર મળે અને સીમતળના રસ્તાઓ અને પુલ ઝડપથી રિપેર કરાવવામાં આવે તેવી માંગ કરી છે.