મોરબીમાં ઘર અને શેરીમાં પાણી ભરાતા મહિલાઓની પાલિકામાં બઘડાટી
વાંકાનેરના મીતાણા સ્ટેટ હાઇવે ઉપર આસોઈ નદી ઉપર નવો બ્રીજ બનાવવાની માંગ
SHARE
વાંકાનેરના મીતાણા સ્ટેટ હાઇવે ઉપર આસોઈ નદી ઉપર નવો બ્રીજ બનાવવાની માંગ
વાંકાનેર તાલુકાના મીતાણા સ્ટેટ હાઇવે પર આસોઇ નદી ઉપર વર્ષો જૂનો અને ખુબજ નીચો જર્જરીત હાલતમાં કોઝવે છે. અન એ ત્યાંથી ચોમાસામાં આસોઇ નદીમાં છેક કુવાડવા સુધીનું પાણી આવતું જોય છે જેથી કરીને ચોમાસા દરમ્યાન નદીમાં પુર આવતુ હોય છે જેથી આ રસ્તામાં મોટા ગામો તીથવા, પીપળીયા રાજ, વાલાસણ, અરણીટીંબા, કોટડાનાયાણી, કાગદળી, મીતાણા સુધીના ગામો માટેનો રસ્તો બંધ થઈ જાય છે. તેમજ આ રસ્તો કંડલા હાઇવેથી મોરબી હાઇવેને જોડતો રસ્તો છે જેથી ચોમાસામાં અવારનવાર આસોઈ નદીમાં પાણી આવવાથી કોઝવે ઉપર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહે છે.
જેથી કરીને ઘણી વખત વાહનવ્યવહાર બંધ હોવાના લીધે દર્દી અને પ્રસૃતિ સહિતનાઓને હાલાકીનો સામનો કરવો પડે છે. અને આ સ્ટેટ હાઇવે નેશનલ હાઇવેને જોડતો રસ્તો હોવાના કારણે આ રસ્તા ઉપર રાજકોટ અને જામનગર જવા માટેના વાહનોનો ટ્રાફિક પણ રહે છે. આટલું ક નહીં આજુબાજુના ગામના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રાજકોટ, વાંકાનેર, જામનગર અભ્યાસ માટે જતાં હોય છે ત્યારે રસ્તો બંધ થવાના લીધે તેઓને પણ હેરાન થવું પડે છે જેથી કરીને પાંચદ્વારકા ગામે રહેતા જિલ્લા પંચાયતના મહિલા સભ્ય હફીજાબેન ઈસ્માઈલભાઈ બાદીએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને ચોમાસામાં વિદ્યાર્થીઓ સહિતનાઓને હેરાન થવું ન પડે તે માટે આસોઇ નદીનો કોઝવે વર્ષો જુનો અને જર્જરીત હાલતમાં છે તે અકસ્માતને નોતરે તેવી શક્યતા છે જેથી કરીને ત્યાં નવો બ્રીજ બનાવવાની માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે અગાઉ આ મુદે માર્ગ મકાન મંત્રી ગાંધીનગર, મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે તેઓ પણ કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી.
હાલમાં ખુબજ વરસાદ હતો જેથી કરીને પુરની સ્થિતિ સર્જાઇ હતી તે દરમ્યાન બે દિવસ સુધી આ નદીમાં પુરની સ્થિતિના લીધે સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ થઇ ગયેલ હતો. હાલમાં પુરના લીધે કોઝવેના બે ગાળા સંપૂર્ણ ડેમેજ થઇ ગયા છે અને આ રસ્તો બંધ કરવામાં આવેલ છે. વાંકાનેરનો આ મુખ્ય સ્ટેટ હાઇવે બંધ રહેવાથી સમગ્ર વાંકાનેરના રહેવાસીઓ તથા સ્કુલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રભાવીત થયા છે. ત્યારે તાત્કાલીક વાંકાનેરના લોકોની સુખાકારી માટે નવો બ્રીજ બનાવવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.