વાંકાનેરના મીતાણા સ્ટેટ હાઇવે ઉપર આસોઈ નદી ઉપર નવો બ્રીજ બનાવવાની માંગ
મોરબી જીલ્લામાં અતિવૃષ્ટીના કારણે થયેલ નુકશાન સામે તાત્કાલિક વળતર ચૂકવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ
SHARE
મોરબી જીલ્લામાં અતિવૃષ્ટીના કારણે થયેલ નુકશાન સામે તાત્કાલિક વળતર ચૂકવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ
મોરબી જીલ્લામાં ભારે વરસાદના લીધે નુકશાન થયું છે તે જગ જાહેર છે ત્યારે સર્વે કરવાને બદલે આપતિ અધિનિયમ-૨૦૦૫ કાયદા હેઠળ મોરબી જીલ્લામાં અતિવૃષ્ટીના કારણે ખેતીવાડી તથા જાનમાલને થયેલ નુકશાનીનું તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી મુખ્યમંત્રી સુધી રકુયાત કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ મોરબી જિલ્લાના ખેતીવાડી અધિકારીથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધીનાઓને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં અતિવૃષ્ટીના કારણે સમગ્ર મોરબી જીલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં નદી, તળાવ તથા ડેમમાંથી અચાનક પાણી છોડવાથી ખેતીની જમીનોનું ધોવાણ થઈ ગયેલ છે અને ઉભેલ પાક નિષ્ફળ ગયેલ છે તથા રોડ રસ્તાઓ તુટી જવાના કારણે અમુક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયેલ છે. તેમજ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં ગરીબ પરીવારોના મકાનો તથા જાનમાલને પારાવાર નુકશાની થયેલ છે. જેના કારણે સમગ્ર મોરબી જીલ્લામાં ખેડુતો તથા ગરીબ પરીવારોને નાણાંમાં ન આંકી શકાય તેટલું નુકશાન થયેલ છે.
હાલમાં મોરબી જીલ્લાની સમગ્ર પ્રજા આર્થિક અને માનસિક રીતે હેરાન પરેશાન હોય, તમામ લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયેલ હોય, આ પરિસ્થિતિમાં તાત્કાલીક ધોરણે રોડ-રસ્તાઓ રીપેર કરાવવા તથા ખેડુતો, ગરીબ પરીવારો અને અસરગ્રસ્ત લોકોને આપતિ અધિનિયમ-૨૦૦૫ કાયદા અંતર્ગત કોઈ પણ પ્રકારનું સર્વે કર્યા વગર યુધ્ધના ધોરણે સરકારી સહાય અને રાહત આપવા તથા સ્થળાંતર કરેલ ગરીબ લોકોને તેના પડી ગયેલ મકાનને રીપેર કરાવી તેને પુનઃ વિસ્થાપન કરાવવા તેમજ તેમને આર્થિક મદદ માટે રોકડ સહાય ચુકવવામાં આવે તેવી સમગ્ર મોરબી જીલ્લાની પ્રજા વતી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે માંગ કરી છે.