મોરબીના સરદાર બાગમાં પુસ્તક પરબની પ્રવૃત્તિને પૂર્વ મંત્રીએ બિરદાવી
માળીયા (મી)ના અસરગ્રસ્ત વિસ્તારોની પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મુલાકાત લીધી
SHARE
માળીયા (મી)ના અસરગ્રસ્ત વિસ્તારોની પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મુલાકાત લીધી
તાજેત્તરમાં અતિવૃષ્ટિને લીધે તેમજ મચ્છુ પૂરના કારણે માળીયા (મી) તાલુકામાં અનેક ગામોને નુકસાન થાય છે. ત્યારે આ દરમ્યાન આજે પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ વિરવદરકા ગામથી પ્રવાસ પ્રારંભ કર્યો છે. આ દરમ્યાન તેમને વિરવદરકા ગામે ગ્રામજનોને મળીને સ્વચ્છતા જાળવવા અને ગંદકી દૂર કરવામાં સહાયતા આપવા અનુરોધ કર્યો હતો. તેમજ આરોગ્ય અધિકારીને પીવાનું પાણી ક્લોરીન કરવા માટે જરૂરી પાવડર તેમજ ઉકરડા ઉપર ચૂનો છાંટવા સૂચના આપી હતી. તથા ખોડિયાર ડીપ પર પાણી વહેતુ હોય 5000 વીઘા જેટલી જમીનનું ધોવાણ અટકાવવા ગ્રામજનોની રજુઆત અન્વયે સંબંધીતોને તાકીદ કરી હતી. આ કાર્યમાં તેમની સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સંગઠનના આગેવાનો જોડાયા છે. બ્રિજેશ મેરજા વિરવદરકા થઈને આગળ ફતેપુરા, હરિપર, માળીયા, રાસંગપર અને મેઘપરના પ્રવાસે સંગઠન અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતના હોદ્દેદારો સાથે નીકળ્યા છે.