હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી દારૂ-બિયરની ૮૦૮ બોટલ સાથે સ્કોર્પીયો પકડાઈ, બે બુટલેગરોને દબોચીને આગળની તપાસ શરૂ ધાંધીયા યથાવત: મોરબીના મકનસર રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન હળવદના પ્રતાપગઢ પાસે બંધ પાછળ ટ્રકની પાછળ એસટીની બસ અથડાઇ: ડ્રાઈવર-કંડક્ટર સહિત ૧૦ લોકોને ઇજા મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં બગથળા ગામે કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં યોજાયેલ સેવસેતુના કાર્યક્રમોમાં ૭૪૬૦ અરજીઓનો નિકાલ મોરબીના ખાનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામની આસપાસ 5,000 એકર જમીનમાં ખેડૂતોએ વાવણી કરેલ પાક ભારે વરસાદના પાણીના લીધે નિષ્ફળ


SHARE











માળીયા (મી)ના સરવડ ગામની આસપાસ 5,000 એકર જમીનમાં ખેડૂતોએ વાવણી કરેલ પાક ભારે વરસાદના પાણીના લીધે નિષ્ફળ

માળીયા મીયાણા તાલુકામાં આવતા સરવડ ગામની આસપાસમાં 5000 એકર જમીનમાં ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોના ખેતરની અંદર એકાદ ફૂટ જેટલું પાણી હાલમાં પણ જોવા મળી રહ્યું છે ત્યારે તેમના ખેતરમાં ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતોને એક રાતી પાઈની કમાણી આ ચોમાસુ પાકમાંથી થાય તેવી કોઈ શક્યતા હાલમાં દેખાતી નથી.

સામાન્ય રીતે ચોમાસુ પાક લેવા માટે તેને ખેડૂતો દ્વારા ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરવામાં આવતું હોય છે અને લોહી-પાણી એક કરીને ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાંથી ઉપજ લેવા માટે થઈને મહેનત કરવામાં આવતી હોય છે જોકે ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે અથવા તો વરસાદ ન પડે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને નુકસાની સહન કરવી પડતી હોય છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાં આવતા સરવડ ગામની આસપાસમાં 5000 એકર જમીનમાં ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના જુદા જુદા ચોમાસુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ ગામના ખેડુતોએ જે પાકનુ વાવેતર કર્યુ હતુ તે પાક 40 થી 50 ટકા જેટલા તૈયાર થઈ ગયા હતા અને વધુ વરસાદના લીધે મોટુ નુકશાન થયેલ છે ત્યારે સરવડ ગામના આગેવાન મગનભાઇ પટેલે જણાવેલ છે કે, છેલ્લા છ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના ખેતરમાં અડધાથી લઈને એક ફૂટ જેટલા પાણી ભરાઈ રહ્યા હોય ખેડૂતોના પાક ઉપર વરસાદી પાણી ફરી વળવાના કારણે તેમનો પાક નાશ પામ્યો છે.

વધુમાં ગામના ખેડૂતો આગેવાન ધનજીભાઈ સરડવા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે તેઓના ગામની આસપાસમાં સિંચાઈ માટેના પાણીની કોઈ વ્યવસ્થા નથી. આ ગામના ખેડૂતોને નથી તો કોઈ ડેમનું પાણી મળતું કે નથી કેનાલની કોઈ વ્યવસ્થા જેથી આ ગામના ખેડૂતો દ્વારા ચોમાસુ આધારિત ખેતી કરવામાં આવે છે અને તેમાં પણ ચોમાસામાં પડેલા સતત વરસાદના કારણે તેઓનો પાક બળી ગયો છે અને આ વર્ષે ખેડૂતોને તેમના ખેતરમાંથી એક રાતીપાઇની કમાણી થઈ શકે તેમ નથી જેથી કરીને સરકાર દ્વારા સમયસર નુકસાનીનો સર્વે કરાવીને પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી લાગણીને માંગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.






Latest News