મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડમાં આજે અમાસ નિમિત્તે 12 જ્યોતિલિંગના દર્શન
મોરબીમાં પટેલ ગ્રુપ અને મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવની તૈયારી શરૂ
SHARE









મોરબીમાં પટેલ ગ્રુપ અને મયુર નગરી કા રાજા ગણેશ મહોત્સવની તૈયારી શરૂ
મોરબીના જુદાજુદા સ્થળ ઉપર ગણેશોત્સવના આયોજન કરવામાં આવે છે ત્યારે મોરબીમાં પટેલ ગ્રુપ અને મયુર નગરી કા રાજાના આયોજકો દ્વારા ગણેશ મહોત્સવની તૈયારી શરૂ કાર દેવામાં આવી છે.
મોરબીમાં રામેશ્વર ફાર્મ, નવજીવન સ્કુલની બાજુમા, રવાપર ધૂનડા રોડ ઉપર પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ગણેશ મહોત્સવનું સ્થાપના તા.૭ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે અને તા ૧૭ ના રોજ વિસર્જન કરવામાં આવશે અને દર્શનનો સમય સાજે ૭:૦૦ થી ૧૧:૦૦ સુધી રાખવામા આવેલ છે. અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને મોરબીની ધર્મપ્રિય જનતાને ગણેશ મહોત્સવમાં દર્શનનો લાભ લેવા પટેલ ગ્રૂપ દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે.
આવી જ રીતે મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર કસ્તુરી હાઇટ્સની બાજુમાં મોરબીના યુવા વૃંદ દ્વારા મયુર નગરી કા રાજા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ગણેશ મહોત્સવનું સ્થાપના તા.૭ ના રોજ કરવામાં આવશે અને તા ૧૬ ના રોજ વિસર્જન કરવામાં આવશે અને દરરોજ સાંજે ૭ કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે આયોજકોએ નગરજનોને આમંત્રણ આપેલ છે.
