મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટંકારાના રોહિશાળા ગામે તળાવમાં ડૂબી જતાં બે ભાણેજ સહિત ત્રણના મોત


SHARE

















મોરબી જિલ્લાના ટંકારાના રોહિશાળા ગામે તળાવમાં ડૂબી જતાં બે ભાણેજ સહિત ત્રણના મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના રોહિશાળા ગામે મામાના ઘરે દિવાળી કરવા આવેલા બે ભાણેજ મામાનો દીકરો ગામના તળાવમાં ન્હાવા ગયા હતા અને તે પાણીમાં ડૂબી ગયા હતા જેથી ત્રણેયના મોત નિપજતા નાના એવા રોહિશાળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના રોહિશાળા ગામે રહેતા હિતેશભાઈ નિમાવતના રાજકોટ રહેતા બે ભાણેજ પાર્થ અતુલભાઈ દેવમુરારી (ઉ.૧૮) અને પાવન અતુલભાઈ નિમાવત (ઉ.૧૬) તેના માંમાંના ઘરે આવ્યા હતા અને મામા હિતેશભાઈના દીકરા મેહુલ (ઉ.૨૦) સાથે તેઓ ગામના તળાવમાં ન્હાવા ગયા હતા ત્યારે તળાવમાં અકસ્માતે ડૂબી જતાં ત્રણેયના મોત નિપજ્યાં હતા જેથી કરીને નાના એવા રોહિશાળા ગામમા દિવાળીના તહેવાર પૂર્વે જ શોકનું મોજું ફરી વળ્યું છે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે




Latest News