મોરબી યાર્ડમાં આગથી ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવા સરકાર કટિબધ્ધ: બ્રિજેશભાઇ મેરજા
વાંકાનેરના મહીકા પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત
SHARE









વાંકાનેરના મહીકા પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ડ્રાઈવરનું મોત
વાંકાનેર નજીક આવેલ તીર્થ હોટલ પાસે ટેન્કર પલટી મારી ગયું હતું જેથી કરીને તેમાં દબાઇ જવાના કારણે ટેન્કરના ડ્રાઇવર મૃત્યુ નીપજ્યું છે જ્યારે તેના ક્લીનરને સામાન્ય ઇજાઓ થઇ હોવાથી સારવાર આપવા માટે ખસેડાયો હતો અને આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રહેતો મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મહીકા નજીક આવેલ તીર્થ હોટલ પાસે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્કર નંબર જીજે ૧૨ બીવી ૧૭૦૮ પલટી મારી ગયું હતું જેથી કરીને ટેન્કરનો ડ્રાઇવર દેવાયતભાઈ નગાભાઈ આહીર (ઉમર વર્ષ ૩૫, રહે, ધોક્ળવાડા, સામિ પાટણ) ટેન્કરના નીચે દબાઈ ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું જોકે તેની સાથે રહેલ ક્લીનર અજાભાઈને સામાન્ય ઇજાઓ થવાના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રહેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
