મોરબી જિલ્લાના ટંકારાના રોહિશાળા ગામે તળાવમાં ડૂબી જતાં બે ભાણેજ સહિત ત્રણના મોત
હળવદ ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ-UDID કાર્ડ માટે કેમ્પ યોજાયો
SHARE









હળવદ ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ-UDID કાર્ડ માટે કેમ્પ યોજાયો
મોરબીના હળવદ ખાતે “માન.મુખ્યમંત્રીના ૧૦૦ દિવસ સંકલ્પ” અન્વયે હળવદ તાલુકાનાં દિવ્યાંગજનો માટે સિવિલ હોસ્પિટલ તેમજ સમાજ સુરક્ષા કચેરી મોરબીના ઉપક્રમે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટરોની ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી કરી સર્ટિફિકેટ તેમજ UDID કાર્ડનું વિતરણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ૧૭૯ દિવ્યાંગ લાભાર્થીઓએ ભાગ લીધેલ હતો.આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપલીયા, ભરતભાઈ સોલંકી, સિવિલ હોસ્પિટલ મોરબીના ઋષાંગ વૈષ્ણાની, આંખના સર્જન ડૉ. પનારા, માનસિક રોગના ડૉ.અમિત દિવેચા, તેમજ હળવદ તાલુકા ભાજપ મહામંત્રીશ્રી તપનભાઈ દવે, સંસ્થાના મંત્રી જિતેન્દ્રભાઈ જોશી, તેમજ સમગ્ર શિક્ષા અભિયાન મોરબીના તમામ સ્ટાફ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ તેમજ દિવ્ય દ્રષ્ટિ ફાઉન્ડેશન સાપકડા એ સહયોગ કર્યો હતો.
