ટંકારામાં મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
SHARE









ટંકારામાં મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ, ટંકારા દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત SVS કક્ષાના 'કલાઉત્સવ' ની ઉજવણી શ્રી એમ.પી.દોશી વિદ્યાલય ટંકારા ખાતે કરવામાં આવી હતી. જેમાં ટંકારા તાલુકાની ત્રણ QDC ના મળી કુલ ૨૪ વિદ્યાર્થીઓએ ચિત્રકામ, કાવ્યગાન, વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે ચારેય સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતાઓને અનુક્રમે રૂ.૫૦૦, રૂ.૩૦૦ અને રૂ.૨૦૦ નું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકાના શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલના કન્વીનરશ્રી આર.પી.મેરજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરેક વિષયને અનુરૂપ તજજ્ઞ નિર્ણયકોની સેવા લેવામાં આવી હતી, સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક ના વિજેતાઓ જિલ્લા કક્ષા ની સ્પર્ધાઓમાં ભાગ લેશે.મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એઇઆઈ શ્રી ભાવેશભાઈ ભાલોડિયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણી એ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સહ કન્વીનર દિલીપભાઈ બારૈયા, યજમાન શાળાના આચાર્ય ખાંભલા, રાજદીપભાઈ છૈયા, હાર્દિકભાઈ કાસુંદ્રા, હરેશભાઇ ભાલોડિયા, તરુણાબેન કોટડીયા એ જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમને અંતે વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લાની આગામી સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
