ટંકારામાં મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
મોરબી જીલ્લામાં કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા-સુરક્ષા માટે લીધા શપથ
SHARE
મોરબી જીલ્લામાં કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા-સુરક્ષા માટે લીધા શપથ
રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે શનિવારના રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલની આગેવાની હેઠળ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પ્રતિજ્ઞા લઇને સૌ કર્મચારીઓ પ્રતિબદ્ધ થયા હતા. અને કલેક્ટર કચેરીના સભા ખંડમાં આયોજિત કાર્યક્રમમાં નાયબ મામલતદાર નીખીલભાઇ જોષી દ્વારા અધિકારી-કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા, દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા, દેશ માટે પોતાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પ્રતિજ્ઞા સમારોહમાં મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલ ઉપરાંત, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર સહિત જિલ્લા કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ સમગ્ર જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ જેવી કે, જિલ્લા પંચાયત કચેરી, પ્રાંત અધિકારીની કચેરીઓ, મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયત કચેરીઓ, એસ.ટી. ડેપો, જિલ્લા માહિતી કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓમાં અધિકારી અને કર્મચારીઓ દ્વારા એકતા શપથ લેવામાં આવ્યા હતા