મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

ટંકારામાં મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ


SHARE







ટંકારામાં મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ, ટંકારા દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત SVS કક્ષાના 'કલાઉત્સવ' ની ઉજવણી શ્રી એમ.પી.દોશી વિદ્યાલય ટંકારા  ખાતે કરવામાં આવી હતી. જેમાં ટંકારા તાલુકાની ત્રણ QDC ના મળી કુલ ૨૪ વિદ્યાર્થીઓએ ચિત્રકામ, કાવ્યગાન, વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે ચારેય સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતાઓને અનુક્રમે રૂ.૫૦૦, રૂ.૩૦૦ અને રૂ.૨૦૦ નું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકાના શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલના કન્વીનરશ્રી આર.પી.મેરજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરેક વિષયને અનુરૂપ તજજ્ઞ નિર્ણયકોની સેવા લેવામાં આવી હતી, સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક ના વિજેતાઓ જિલ્લા કક્ષા ની સ્પર્ધાઓમાં ભાગ લેશે.મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એઇઆઈ શ્રી ભાવેશભાઈ ભાલોડિયા ઉપસ્થિત રહ્યા હતા  કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણી એ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સહ કન્વીનર દિલીપભાઈ બારૈયા, યજમાન શાળાના આચાર્ય ખાંભલા, રાજદીપભાઈ છૈયા,  હાર્દિકભાઈ કાસુંદ્રા, હરેશભાઇ ભાલોડિયા, તરુણાબેન કોટડીયા એ જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમને અંતે વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લાની આગામી સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.






Latest News