મોરબીમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સતત દોડતી રહી મોરબીની મહિલા પાસેથી ફાઇનાન્સ કંપનીએ વધુ વસુલેલ રૂપિયા વ્યાજ સહિત પરત અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીના પ્રવેશદ્વાર સમાન શનાળા રોડે દબાણ હટાવતા કમિશ્નર: શહેર હાર્ટ સમાન નહેરૂ ગેઇટ ચોકમાં સફાઈ કયારે ? 30 સાલ બેમિસાલ કાર્યક્રમની તૈયારી માટે મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં મિટિંગ યોજાઇ મોરબીમાં આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું: દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી સાત જગ્યાએ મારામારી: ઇજા પામેલા નવ લોકો સારવારમાં મોરબીમાં રોડ સાઈડમાં નહીં ડીવાયડરની વચ્ચો વચ્ચ કારનું પાર્કિંગ !: અકસ્માત થાય તો જવાબદાર કોણ ? મોરબી સાયન્સ કોલેજના વર્ષ 2005 ના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE











મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબી જીલ્લા ભારે વરસાદ હતો જેથી કરીને ખેડૂતો, મીઠાના ઉત્પાદકોએ સહિતનાઓને પરાવાર નુકશાન છે ત્યારે આ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જિલ્લા કોંગ્રેસના પ્રમુખે માંગ કરી છે. અને મુખ્યમંત્રીને તેના માટેની લેખિતમાં રજૂઆત પણ કરેલ છે. 

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં આ વર્ષે ચોમાસાની સિઝન દરમ્યાન અતિવૃષ્ટિ અને ડેમોમાંથી અચાનક પાણી છોડવાના કારણે મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના પાક તથા મીઠાના ઉત્પાદનને ૧૦૦ % નુકશાની થયેલ છે. તેમજ ખેતરો તથા મીઠાના અગરો ધોવાય ગયેલ છે. મોરબી જીલ્લામાં વધુ વરસાદના કારણે ચોમાસાની સિઝનમાં હવે ફરીથી વાવેતર કરી ચોમાસાની સિઝનનો પાક પણ લઈ શકાય તેમ નથી. જેથી ભારત સરકારના ગૃહ મંત્રાલય આપતી વયવસ્થાપન વિભાગના પત્ર ક્રમાંક F-NO-33-03/2020-NDM-1 (Vol-II), તા.10/10/2022 ના પરિપત્રને ધ્યાને લઈ મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તે જરૂરી છે.






Latest News