મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ
મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પુરના અસરગ્રસ્તને સહાય ચુકવવાની માંગ
SHARE
મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પુરના અસરગ્રસ્તને સહાય ચુકવવાની માંગ
માળિયા મિયાણા તાલુકામાં પૂરની પરિસ્થિતી હતી અને લોકોને ઘણું નુકશાન થયેલ છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરીને નુકસાનીનું તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સંગઠનના માઈનોરિટી વિભાગના પ્રમુખ જીનતબેન મોડ, મોરબી શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ કલ્પનાબેન પરમાર, મોરબી શહેર માઈનોરિટી પ્રમુખ મેમુનાબેન બ્લોચ, ઉપપ્રમુખ જીલુબેન શામદાર તથા મંત્રી રેમતબેન મીંયાણા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વધુમાં મહિલા આગેવાનોએ જણાવ્યુ હતું કે, માળિયા મિયાણા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ અને ડેમનું પાણી આવી ગયું હતું જેથી કરીને લોકોના જાનમાલને નુકસાન થયું છે. ત્યારે ગરીબ વર્ગના લોકો, મજૂરો, મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા ઉત્પાદકો, ખેડૂતો, માછીમારો, માલધારી સહિતનાઓને નુકસાન સામે સરકારી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.