મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પુરના અસરગ્રસ્તને સહાય ચુકવવાની માંગ
મોરબીના રંગપર પાસે કારખાનામાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવાનનું મોત
SHARE
મોરબીના રંગપર પાસે કારખાનામાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવાનનું મોત
મોરબીના રંગપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં યુવાન કામ કરી રહ્યો હતો દરમિયાન તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો. જેથી તેનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં એપ્રિકોટ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો બાલગંજ અસ્તિ (33) નામનો યુવાન કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો. દરમિયાન તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે
મહિલા સારવારમાં
મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા નિમુબેન હીરાલાલ ચાડમિયા પોતાના ગામમાંથી ખેતર તરફ જવાના રસ્તા ઉપર બાઈકમાં પાછળ બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી તેઓ પડી ગયા હતા જેથી કરીને તેમને ઈજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે જે બનાવની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવી હતી
બાઈક સ્લીપ
મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ વિજય ટોકિઝ પાસે બાઈક સ્લીપ થવાની ઘટના બની હતી જેમાં બાઈકમાં પાછળના ભાગે બેસેલા રસીલાબેન નરસીદાસ કુબાવત (65) નામના વૃદ્ધા નીચે પટકાતા તેઓ ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
મારા મારીમાં ઇજા
મોરબીના રવાપર ગામે આવેલ રવાપર રેસીડેન્સી ખાતે રહેતા પ્રજ્ઞેશ રમેશભાઈ ગોઠી (32) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા મનિષાબેન લાલજીભાઈ પરમાર (27) નામની મહિલા એકટીવા લઈને રવાપર રોડ ઉપર આવેલ રાજ બેંક પાસે કાલિકા પ્લોટ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં એકટીવા સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં ઇજા થવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવી છે