મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પાડોશીના ઘરે ઇલેક્ટ્રિક મોટર રીપેર કરતાં યુવાનને શોર્ટ લાગતાં સારવારમાં


SHARE

















મોરબીમાં પાડોશીના ઘરે ઇલેક્ટ્રિક મોટર રીપેર કરતાં યુવાનને શોર્ટ લાગતાં સારવારમાં

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ આનંદનગર વિસ્તારમાં રહેતો યુવાન પાડોશીના ઘરે પાણીની ઇલેક્ટ્રિક મોટર રીપેર કરતો હતો ત્યારે તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ આનંદનગરમાં રહેતા ચંદુભાઈ બોરીચા (35) નામનો યુવાન તેઓના ઘરની પાડોશમાં રહેતા વ્યક્તિના ઘરે પાણીની મોટર રીપેર કરી રહ્યો હતો ત્યારે તેને ઈલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે, જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા વિજયાબેન રમેશભાઈ મારવાણીયા (49) નામના મહિલાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઝેરી દવા પીધી

ટંકારા તાલુકાના વીરપર ગામે કરસનભાઈ મોહનભાઈ લીખીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં કુંદન (18) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીના સનાળા રોડે આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે




Latest News