હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાહ રે વિકાસ, મોરબી રાજકોટ રોડ બને તે પહેલા જ તૂટવા લાગ્યો


SHARE













વારે વિકાસ, મોરબી રાજકોટ રોડ બને તે પહેલા જ તૂટવા લાગ્યો

મોરબીથી રાજકોટ સુધીનો હાઇવે છેલ્લા ઘણા વર્ષોથી બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે અને હજુ તો કામ ચાલી રહ્યું છે ત્યાં રોડમાં ખાડ પડવા લાગ્યા છે જેથી કરીને આ બાબતે રાજ્યના માર્ગ અને મકાન મંત્રાલયમાં લેખિતમાં રજૂઆત કરીને રોડનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ ભારે વરસાદના લીધે મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં લોકોના કાચા મકાનોને નુકશાન થયેલ છે જેથી વળતર આપવાની માંગ કરવામાં આવી છે.

હાલમાં ટંકારાના વીરપર ગામે રહેતા પરાગકુમાર મુંદડીયાએ રાજ્યના માર્ગ અને મકાન મંત્રાલયમાં લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબીથી રાજકોટને જોડતો જે મુખ્ય હાઇવે આવેલ છે તે નવા રોડનું કામ હજુ ગણતરીના મહિના થયા છે ત્યાં તે રોડ મગરની પીઠ જેવો થઇ ગયો છે અને જયા ખાડા પડે છે ત્યાં સીમેંટના બ્લૉક્સ નાંખી દેવાના આવે છે જેથી કરીને બાઈક તથા કાર લઈને જતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા છે માટે આ રોડને તાત્કાલિકના ધોરણે રિપેર કરવામાં આવે તેવી માંગ કરી છે. અને ખાસ કરીને શક્ત સનાળાથી ટંકારા ગામ સુધીનો રોડ વધુ ખરાબ થઈ ગયેલ છે માટે સારી રીતે રોડનું સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.

માળીયા વનાળિયા વિસ્તારમાં ભારે વરસાદથી લોકોન ઘરમાં નુકશાન

 તો મોરબીના માળીયા વનાળીયા વિસ્તારમાં ભારે વરસાદથી કાચા મકાનોને નુકસાન થયેલ છે જેથી કરીને વળતર અપાવવા માટે ગામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી મારફતે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને માળીયા વનાળીયામા આવતા અનુસુચિત વિસ્તારો જેવા રામદેવનગર, ઉમીયા નગર, શક્તિ સોસાયટી, ભીલનગર વિવિધ વિસ્તારમાં આવતા કાચા મકાનોમાં તાજેતરમાં ભારે વરસાદથી નુકસાન થયેલ છે અને સ્થાનિક રહેવાસીઓ તથા ગરીબ પરિવારોના કાચા નળિયા વાળા મકાનોમાં થયેલ નુકસાનને ધ્યાને રાખીને સરકાર તરફથી વળતર આપવામાં આવે તેવી સ્થાનિક રહેવાસી અને સામાજિક કાર્યકર એવા રામજીભાઈ જેઠાભાઈ ચાવડાએ માંગ કરી છે






Latest News