મોરબી જિલ્લાના કલેક્ટરની સામે પગલાં લેવા કોંગ્રેસ પ્રમુખની રાજ્યપાલને રજૂઆત
માળીયા(મી.) ના બગસરાથી વવાણીયાને જોડતા નવા રોડમાં મસ મોટા ખાડા લોકોએ બુર્યા
SHARE
માળીયા(મી.) ના બગસરાથી વવાણીયાને જોડતા નવા રોડમાં મસ મોટા ખાડા લોકોએ બુર્યા
માળીયા(મી.) તાલુકાના બગસરાથી વવાણીયાને જોડતો નવો રોડમાં ખાઈ અને મસ મોટા ખાડા પડતા અને તાજેતરમાં નવા રોડ અને નાલા બનાવવાનુ અમુક કામગીરી હજી બાકી હોય ત્યારે બગસરા નજીક તળાવની બાજુમાં બનાવેલ નવા નાલા પાસે જીવલેણ મોટી ખાઈ અને ખાડા પડેલ હતો અને નાલા સાઈડમાં રોડની નબળી અને ગુણવતા વગરના રસ્તા બનાવેલ હોય જેથી નાના મોટા વાહનોને અકસ્માત થવાની ભીતી હોય જેથી ગામ લોકો અને બહારથી આવતા વાહનો છેલ્લા ૫ થી ૬ દિવસથી ગામના અગ્રણીને આ વાત કરીને ખાડો બુરાવો જેથી ગામ પંચાયત અગ્રણી દ્વારા તલાટીમંત્રીને ફોન કરતા અને લાગુ પડતાં તંત્રના અધિકારીને ફોન કરી તેમજ નવા રોડના કોન્ટ્રાકટરને જાણ કરી હતી પણ એક બીજા ખોખો દા રમીને કહેતા કે આ અમારા વિભાગમાં ન આવે પણ ગામ સ્થાનિક લોકો તેમજ ગામમાં આવતા લોકો માટે આ રોડ ઉપર ખાઈ અને ખાડાથી વાહનને તેમજ કદાચ કોકનો જીવ જાય હિસાબે થઈ જાત તો જવાબદારી કોની થાત ? જેથી કંટાળીને બગસરા ગામ યુવાનો અને ગામ પંચાયતના હોદ્દેદારો દ્વારા આ ખાઈ અને ખાડાને જાત મહેનત, જીન્દા બાદ સાઈટમાં પડેલી માટી નાખી જાતે બુરવા મજબૂર બન્યા હતા અને કામગીરી કરવામાં આવી હતી.