મોરબી જિલ્લાના કલેક્ટરની સામે પગલાં લેવા કોંગ્રેસ પ્રમુખની રાજ્યપાલને રજૂઆત
SHARE
મોરબી જિલ્લાના કલેક્ટરની સામે પગલાં લેવા કોંગ્રેસ પ્રમુખની રાજ્યપાલને રજૂઆત
મોરબી જીલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિને પુનઃ પૂર્વવત કરવા માટેનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ડીઝાસ્ટર મેનેજમેન્ટની મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં વિરોધ પક્ષને કલકેટર દ્વારા બોલાવવામાં આવેલ નથી. જેથી કરીને મોરબી જીલ્લા કલેક્ટર સામે પગલા લેવા માટે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા રાજ્યપાલને રજૂઆત કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ ચિખલિયાએ રાજ્યપાલને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં પડેલ ભારે વરસાદ બાદ હવે મોરબી જીલ્લાને પુનઃ સ્થાપન કરવા તેમજ જનજીવન પૂર્વવત કરવા માટે મોરબી જીલ્લાના ભાજપના પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી મોરબી ખાતે એક બેઠક બોલાવેલ હતી. જે બેઠકમાં ભાજપના પ્રમુખ, મહામંત્રી અને મોરબી જીલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.
પરંતુ આ બેઠકમાં વિરોધ પક્ષના પ્રમુખ, આગેવાનો કે અન્ય બીજા પક્ષના નેતા કે આગેવાનોને જાણ પણ કરેલ ન હતી. આ બેઠક ગેરબંધારણીય હોય, બંધારણીય નિયમોનું ઉલંઘન કરેલ હોય તેવું જણાય રહયું છે. વિરોધ પક્ષ પ્રજા સાથે સંકળાયેલ હોય, તેમ છતાં આ બેઠકમાં વિરોધ પક્ષને સ્થાન ન આપી બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવેલ ન હોય, જેથી મોરબી જીલ્લામાં ભારે વરસાદ બાદ સ્થિતિને પુનઃ પૂર્વવત કરવા બોલાવેલ મીટીંગમાં વિરોધ પક્ષનો છેદ ઉડાવતા મોરબી જીલ્લા કલેકટર સામે પગલા લેવા અને કાર્યવાહી કરવામાં માંગ કરી છે.