માળીયા(મી.) ના બગસરાથી વવાણીયાને જોડતા નવા રોડમાં મસ મોટા ખાડા લોકોએ બુર્યા
હળવદ પાસે ચાલતી કેમિકલ ચોરીના ગુનામાં પકડાયેલ બીજો પત્રકાર પણ જેલ હવાલે
SHARE
હળવદ પાસે ચાલતી કેમિકલ ચોરીના ગુનામાં પકડાયેલ બીજો પત્રકાર પણ જેલ હવાલે
હળવદ શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ કારખાના પાછળ ટેંકર ઊભું રાખવામા આવ્યું હતું અને તેમાંથી કેમીકલની ચોરી કરતાં હતા ત્યારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરીને કુલ 63.17 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પહેલા ત્રણ આરોપીને પકડાયા હતા અને છેલ્લે હળવદના બે પત્રકારોને પકડ્યા હતા જે પૈકીનાં એક પત્રકારને ગઇકાલે જેલ હવાલે કરવામાં આવ્યો હતો એન બીજા પત્રકારને શુક્રવારે કોર્ટમાં રજૂ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે
હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર શક્તિનગર ગામ પાસે આવેલ આઈમાતા હોટલ સામે શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આધ્યા શકિત એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળના ભાગે ટેન્કર ઊભું રાખીને તેમાંથી ત્રણ શખ્સો કેમીકલની ચોરી કરી રહ્યા હતા ત્યારે એલસીબીની ટીમે ત્યાં રેઇડ કરી હતી. અને ત્યારે કેમિકલ ચોરી કરી રહેલા ત્રણેય શખ્સો અંધારાનો લાભ લઈ નાશી ગયા હતા. જો કે, ત્યારે ટેન્કર, બોલેરો સહિત કુલ મળીને 63,17,702 નો મુદામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં પહેલા પોલીસે ત્રણ આરોપીને પકડ્યા હતા અને આગળની કાર્યવાહી કરેલ છે.
આ ગુનાની તપાસ દરમ્યાન હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસ દ્વારા હળવદના બે પત્રકારોની ધરપકડ કરવામાં આવેલ હતી જેમથી પત્રકાર મેહુલભાઈ મસરૂભાઇ દોરલા જાતે ભરવાડ (31) રહે. સરંભડા રહે. સુનિલનગર હળવદ વાળાને ગુરુવારે કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ આ ગુનામાં બળદેવભાઈ શંકરભાઇ દોરલા જાતે ભરવાડ (34) રહે. રાણેકપર હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેને હળવદની કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.