મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે આખલા સાથે ડમ્પર અથડાઈને આર્ટિકા કાર ઉપર પટકાતાં ત્રણ યુવાનના મોત: મહિલા-બાળકી સારવારમાં


SHARE











મોરબીના બંધુનગર પાસે આખલા સાથે ડમ્પર અથડાઈને આર્ટિકા કાર ઉપર પટકાતાં ત્રણ યુવાનના મોત: મહિલા-બાળકી સારવારમાં

મોરબી શહેર અને જિલ્લામાં રજડતા ઢોરના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે પરંતુ  હવે તો નેશનલ હાઈવે રોડ ઉપર પણ રજડતા ઢોર આટાફેરા મારતા હોય અવારનવાર ત્યાં પણ અકસ્માતો સર્જાય છે તેવી જ રીતે આજે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે વાંકાનેર બાજુથી મોરબી તરફ ડમ્પર આવી રહ્યું હતું ત્યારે ડમ્પર આડે આખલા આવ્યો હતો જેથી તેની સાથે ડમ્પર અથડાયું હતું અને ત્યારબાદ તે ડમ્પરના ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા સામેના રોડ ઉપરથી પસાર થતી આર્ટિકા કાર ઉપર તે પટકાયુ હતું જેથી કરીને આર્ટિકા કારના ચાલક સહિત કુલ ત્રણ વ્યક્તિઓના મોત નીપજયાં છે અને મહિલા અને તેની દીકરીને ઈજા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

મોરબી સમગ્ર ગુજરાતની અંદર રજડતા ઢોરનો પ્રશ્ન દિવસેને દિવસે વિકરાળ બનતો જાય છે અને અગાઉ આ મુદ્દે હાઇકોર્ટે પણ આખરી ટીકાઓ કરી છે તેમ છતાં પણ રજડતા ઢોરની સમસ્યાનો ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં આવતો નથી.તેવામાં આજે સવારે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર બંધુનગર ગામ પાસે રજડતા ઢોરના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો છે.જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિને ગંભીર ઇજા થતાં તે બંને સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર વાંકાનેર તરફથી ડમ્પર આવી રહ્યું હતું જે પલટી મારીને વાંકાનેર તરફ જઈ રહેલી આર્ટિકા કાર ઉપર પડતા આ અકસ્માતનો બનાવ બન્યો છે અને અકસ્માતના બનાવમાં કારમાં જ રહેલા યુવાન તથા ડમ્પરમાં બેઠેલ બે વ્યક્તિ આમ કુલ ત્રણ વ્યક્તિના મોત નીપજયાં છે.

વધુમાં સુત્રો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે ગમખ્વાર અકસ્માતના આ બનાવમાં મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રહેતા તુષારભાઈ બાલુભાઈ માલવિયા (30), જાંબુવાના ઉમરકોટના રહેવાસી વરૂણભાઇ ઉર્ફે ગુડ્ડુ તોલસિંગ વાસકલે (28) અને એમપીના જાબુઆ જીલ્લાના ખજુરખો ગામના રહેવાસી મહેશ અમરશીભાઇ સિંગાર (23) નામના ત્રણ યુવાનોના મોત નીપજયાં છે જો કે, અકસ્માતના આ બનાવમાં ગંભીર રીતે ઈજા પામેલ સુવિધાબેન તુષારભાઈ માલવીયા (24) અને તેની દીકરી દીના તુષારભાઈ માલવીયા (9 માસ) ને ઈજા થયેલ હોવાથી તેઓને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને બાદમા રાજકોટ લઇ જવાયા છે. અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વહેલી સવારે 5:30 વાગ્યે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં આર્ટિકા ગાડી મોરબી તરફથી વાંકાનેર બાજુ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે વાંકાનેર બાજુથી ડમ્પર મોરબી તરફ આવી રહ્યું હતું. દરમિયાન બંધુનગર ગામ પાસે તે ડમ્પર પહોંચ્યું હતું અને તે ઓવર સ્પીડમાં હોય નેશનલ હાઇવે રોડ ઉપર તે ડમ્પરની આડે આખલો આવ્યો હતો.જેથી કરીને તેની સાથે ડમ્પર અથડાતા ડમ્પરના ચાલકે તેના વાહનના સ્ટેરીંગનો કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને તે વાહન ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપરથી પસાર થતી આર્ટિકા કાર ઉપર પડ્યું હતું જેથી કરીને આ જીવલેણ અકસ્માત સર્જાયો છે અને મોરબીથી સુરત જઈ રહેલ દંપતી ખંડિત થયેલ છે. આ બનાવમાં પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. 






Latest News