માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે શ્રીજી હાઇટ્સ એપાર્ટમેંટના ફ્લેટમાં જુગાર રમતા 9 શખ્સો 32.50 લાખની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબીના શનાળા રોડે શ્રીજી હાઇટ્સ એપાર્ટમેંટના ફ્લેટમાં જુગાર રમતા 9 શખ્સો 32.50 લાખની રોકડ સાથે પકડાયા

મોરબીના શનાળા રોડે આવેલ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ- ર માં આવેલ શ્રીજી હાઇટસ ફ્લેટ નંબર 202 માં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી સહિત કુલ મળીને નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 32.50 લાખની રોદ્ક કબ્જે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રવીણસિંહ ઝાલાને મળેલ ખાનગી હકિકત આધારે મોરબી શનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ- ર માં આવેલ શ્રીજી હાઇટસ ફ્લેટ નંબર 202 માં રહેતા ગીરીશભાઈ દુર્લભજીભાઇ ઉઘરેજાના ફ્લેટમાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા 9 શખ્સો મળી આવ્યા હતા જેમાં ગીરીશભાઇ દુર્લભજીભાઈ ઉઘરેજા (32) રહે. શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ શ્રીજી હાઇટસ ફલેટ 202 મોરબી, મયુરભાઇ વિઠ્ઠલભાઈ મુછડીયા (32) રહે. મારૂતીનંદન એપાર્ટમેન્ટ પંચાસર રોડ મોરબી, મનીષભાઇ લાલજીભાઈ વડસોલા (40) રહે. પંચાસર રોડ સત્યમ હોલ સામે ઉમા ટાઉનશીપ મોરબી, તરુણભાઇ વલ્લભભાઇ કાવર (33) રહે. અવની ચોકડી પાસે હરીદ્વાર એપાર્ટમેન્ટ મોરબી, સંજયભાઈ પ્રભુભાઈ સનારીયા (37) રહે. અવની ચોકડી પાસે સોહમ એપાર્ટમેન્ટ મોરબી, કુલદીપભાઇ ઇશ્વરભાઇ કાસુન્દ્રા (28) રહે. દર્પણ સોસાયટી મકાન નં. ૧૦૨, રવાપર રોડ મોરબી, ધર્મેન્દ્રભાઇ નાથાભાઇ રૈયાણી (42) રહે. રાજનગર પંચાસર રોડ મોરબી, ધર્મેન્દ્રભાઇ ચતુરભાઈ ઉઘરેજા (34) રહે. ગોકુલ મથુરા મારૂતી નંદન એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૧, કેનાલ રોડ મોરબી અને ભાવેશભાઈ કેશવજીભાઇ ભીમાણી (36) રહે. ફલોરા ૧૧ સામે રવાપર ઘુનડા રોડ ગંગા એપાર્ટમેન્ટ ફલેટ નં.૭૦૩ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે 32.50 લાખની રોકડ કબજે કરેલ છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. આ કામગીરી પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ આર.એન.ભટ્ટ તેમજ પ્રવીણસિંહ ઝાલા, જયેશભાઇ ડાંગર, ભાવિનભાઈ રતન, કલ્પેશભાઇ ઝામકીયા તથા સ્વીરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ છે.




Latest News