મોરબીના સિરામિક ઉદ્યોગકારોને શીશામાં ઉતારીને ગુજરાત ગેસ કંપનીએ બૂચ માર્યા: નિલેશભાઈ જેતપરીયા
ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં કરાયેલ વધારો પાછો ખેંચવાની જયંતિભાઈ પટેલની માંગ
SHARE
ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં કરાયેલ વધારો પાછો ખેંચવાની જયંતિભાઈ પટેલની માંગ
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતાં નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા જે ભાવવધારો અહીંના સિરામિક ઉદ્યોગકારો સહન કરી શકે તેમ નથી જેથી તેમને મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા ગુજરાત ગેસ કંપની છેલ્લા કરવામાં આવેલા ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે તેવી માંગ તેઓએ કરલે છે
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં સિરામિક ઉદ્યોગ પથરાયેલ છે અને તેમાં લાખો લોકોને રોજગારી મળે છે આટલું જ નહીં પરંતુ સરકારને પણ મોરબીનો સિરામિક ઉદ્યોગ મોટા પ્રમાણમાં ટેક્સની કમાણી કરી આપે છે ત્યારે અહીના સિરામિક ઉધોગને ટકાવી રાખવાની જવાબદારી સરકારની છે.જોકે સરકાર તરફથી આ ઉદ્યોગને કોઈપણ પ્રકારની હૂંફ આપવામાં આવતી નથી તેવું મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું છે અને વધુમાં તેમણે જણાવ્યું છે કે મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે જેમાં ખાસ કરીને વિદેશમાં માલ મોકલાવવા માટે કન્ટેનર મળવા અને અન્ય ઘણી બધી મુશ્કેલીઓ છે તે ઉપરાંત ગેસ કંપની દ્વારા પણ સતત ગેસના ભાવમાં વધારો કરવામાં આવે છે ત્યારે ગુજરાત ગેસ કંપની જે ગુજરાત સરકાર હેઠળ આવે છે આ કંપની દ્વારા આજથી ૧૧.૬૬ રૂપિયાનો ભાવવધારો કરવામાં આવેલ છે આ ભાવ વધારે તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે અને મોરબીના સિરામિક ઉદ્યોગને હૂંફ આપવામાં આવે તેવી તેમના દ્વારા માંગણી કરવામાં આવેલ છે જો ગુજરાત ગેસ કંપની દ્વારા ભાવવધારો પરત ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં અહીં ઉદ્યોગકારોની મુશ્કેલીમાં હજુ પણ વધારો થાય અને ઉદ્યોગ બંધ થાય તો નવાઈ નથી