માળીયા (મી) નજીક ટ્રકમાંથી સ્લીપ થઈને કન્ટેનર નીચે પડતાં દબાઈ જવાથી રાહદારી યુવાનનું મોત
SHARE
માળીયા (મી) નજીક ટ્રકમાંથી સ્લીપ થઈને કન્ટેનર નીચે પડતાં દબાઈ જવાથી રાહદારી યુવાનનું મોત
માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર સત્કાર હોટલ પાસેથી પગપાળા ચાલીને યુવાન જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે બેફિકરાઈથી તેનું વાહન ચલાવ્યું હતું અને તેના ટ્રકમાંથી કન્ટેનર સ્લીપ થઈને નીચે પડ્યું હતું ત્યારે યુવાનને ચેહરાના ભાગે, ડાબા હાથ તથા જમણા પગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ગાંધીધામ ખાતે જોન કંપનીના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નવીનભાઈ પુનસિંહ ભુરીયા (33)એ ટ્રક નંબર જીજે 12 બીડબલ્યુ 2915 ના ચાલક લાભસિંઘ લબાણાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર મોરબીથી કચ્છ તરફ આવવા માટેના રસ્તા ઉપર આવતી સત્કાર હોટલ પાસેથી તેનો ભાઈ અનિલભાઈ પુનસિંહ ભુરીયા (31) પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે બેફિકરાઈથી તેનું વાહન ચલાવ્યું હતું અને તેના ટ્રકના ઠાંઠામાં રાખવામાં આવેલ કન્ટેનર સ્લીપ થઈને રોડ સાઈડમાં નીચે પડ્યું હતું ત્યારે ત્યાંથી ચાલીને જતા ફરિયાદીના ભાઈ ઉપર તે કન્ટેનર પડતા તેના ભાઈને ચહેરાના ભાગે, ડાબા હાથે અને જમણા પગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને ફરિયાદીના ભાઈનું મોત નીપજ્યું હતું અને જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી ટ્રક ચાલક લાભસિંગ લસમનસીંહ લબાણા જાતે શીખ રહે. ચાકસરીફ ગામ તાલુકો ગુરદાસપુર પંજાબ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે
ઝેરી દવા પી લેતા સારવારમાં
મોરબી તાલુકાના સાદૂળકા ગામે રહેતા શ્યામ ઝિંઝુવાડીયા (45) નામના યુવાને ઝેરી દવા પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી