મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીથી જામનગર જવા નીકળેલ યુવાન જુના બસ સ્ટેશનથી ગુમ


SHARE







મોરબીથી જામનગર જવા નીકળેલ યુવાન જુના બસ સ્ટેશનથી ગુમ

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ કુબેર સિનેમાની ધાર વિસ્તારમાં રહેતો યુવાન મોરબીથી જામનગર જાવ છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં શહેરના જુના બસ સ્ટેશન ખાતેથી ગુમ થઈ ગયેલ હોય હાલ યુવાનના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા પોલીસે ગુમ નોંધ દાખલ કરીને ગુમ થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે વાકાનેર હાઇવે ઉપર આવેલ કુબેરની ધાર વિસ્તારમાં રહેતા પુનમબેન મુકેશભાઈ અદગામા કોળી (ઉમર 42) નામની મહિલાએ પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેર કર્યું હતું કે, તેમના પતિ મુકેશભાઈ છગનભાઈ અદગામા કોળી (48) રહે.કુબેરની ધાર પાસે સામાકાંઠે મોરબી-2 વાળા ગત તા.4-9 ના સવારે દસેક વાગ્યાના અરસામાં ઘરેથી જામનગર જાવ છું તેમ કહીને નીકળ્યા હતા અને જુના બસ સ્ટેશનને આવ્યા હતા.અહીંથી તેઓનો કોઇ અતોપતો મળ્યો ન હતો અને છેલ્લા પાંચ દિવસથી તેઓ ગુમ હોય તપાસ કરવા છતાં પતો ન લાગતાં અંતે પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને હાલ એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા ગુમ થયેલા મુકેશભાઈ અદગામાની ગુમ નોંધ દાખલ કરીને તેમને શોધવા આગળના ચક્રો ગતિમાન કર્યા છે.

આધેડ સારવારમાં

ટંકારાના નવા પ્લોટ વિસ્તારમાં રહેતા જાવેદભાઈ ઈબ્રાહીમભાઇ મલેક નામના 50 વર્ષના આધેડ કોઈ અજાણી દવા અજાણી માત્રામાં પી જતા તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં સારવાર બાદ પોલીસમાં જાણ કરાતા પ્રથમ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.

જનાવર કરડી જતા સારવારમાં

મોરબી નજીકના શનાળા ગામ પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ રામદાસભાઈ કેવટ નામના 34 વર્ષીય યુવાનને કોઈ જનાવર કરડી જતા સારવાર માટે સીવીલે લાવવામાં આવ્યો હતો.




Latest News