મોરબીમાં મયુર નગરી કા રાજા ગણેશોત્સવમાં બ્રહ્મ સમાજના આગેવાનો-યુવાનો હાજર રહ્યા
મોરબીમાં વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા વેપારી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે વધુ એક આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા વેપારી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે વધુ એક આરોપીની ધરપકડ
મોરબીમાં રહેતા અને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતાં યુવાને વેપારીઓને ઉધારીમાં માલ આપેલ હતો જેના રૂપિયા સમયસર આવેલ ન હતા અને કારખાનામાં રૂપિયા આપવાના હતા જેથી કરીને તે યુવાને વ્યાજે રૂપિયા લીધા હતા અને ધીમેધીમે કરતાં તે પાંચ વ્યાજખોરના ચુંગલમાં ફસાયો હતો અને તેની પાસેથી વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જે ફરિયાદ આધારે પોલીસે પહેલા પાંચ આરોપીને પકડ્યા હતા અને હાલમાં એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.
મોરબીમાં આવેલા નાની કેનાલ પાસે અવધ-4 માં રહેતો અને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતાં ગૌરવભાઇ દલસુખભાઈ કાવર (25)એ થોડા સમય પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઇ બોરીચા, મહેશભાઇ રબારી, નરેશભાઇ ઠાકોર, ભરતભાઇ બોરીચા અને જયદીપભાઇ બોરીચા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તે લાલપર પાસે સીરામીક પ્લાજામાં ટાઇલ્સનુ ટ્રેડીંગનો ધંધો કરે છે અને આજથી આશરે સાડા ત્રણેક મહીના પહેલા અલગ અલગ વેપારીઓને ઉધારીમા ટાઇલ્સ આપેલ હતી અને વેપારીઓ પાસેથી સમયસર રૂપીયા આવેલ ન હતા જેથી કરીને જે કારખાનામાંથી ટાઇલ્સ લીધેલ હતી તેને રૂપિયા આપવાના હતા જેથી ફરિયાદી તેના મિત્ર સંજયભાઈ બોરીચા પાસેથી 10 લાખ વ્યાજે લીધેલ હતા અને ત્યાર બાદ સમયાંતરે બીજા ચાર શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા જે વ્યાજખોરો દ્વારા તેની પાસેથી વ્યાજે આપેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને અવાર નવાર ફોન કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જે ગુનાની તપાસ કરી રહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કરકર અને તેના રાઇટર ધ્રુવરાજસિંહ પાસેથી મળેલ માહિતી મુજબ આ ગુનામાં પહેલા પાંચ આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં આ ગુનામાં આરોપી જયદીપભાઇ બાબુભાઇ બસિયા જાતે બોરીચા (24) રહે. મિતાણા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.