મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં લોકોની સેવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવેઃ બ્રિજેશભાઇ મેરજા


SHARE









મોરબીમાં લોકોની સેવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવેઃ બ્રિજેશભાઇ મેરજા

મોરબીમાં જનસુવિધા કેન્દ્ર અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ અને સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સામૂહિક  તેમજ વ્યવસાયલક્ષી કામો થઇ રહ્યા છે. જેના અનુસંધાને આજે વ્યક્તિલક્ષી કામો માટે સેવાસેતુ કાર્યક્રમો થઇ રહ્યા છે. મોરબીમાં નગરપાલિકામાં વિકાસલક્ષી કામો માટે ૫૦ કરોડથી વધારેના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. તેમજ સાંઇબાગમાં પણ ૬૦ લાખ રૂપિયાના ખર્ચે નમૂનાદાર સંકુલ બનશે. લોકોની સેવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવે. તેમજ ક્લીનીકનો સમય પણ સાંજના ૫.૩૦ વાગ્યાથી રાત્રીના ૯.૩૦ કલાક રાખવામાં આવશે જેથી લોકોને રોજગારીનો પ્રશ્ન ન રહે.

આ પ્રાસંગિક પ્રવચનમાં નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકામાં ઘણા બધા કામો થઇ રહ્યા છે અને મચ્છુ રિવરફ્રન્ટ બનાવવાનું પણ આયોજન થઇ રહ્યું છે. જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાએ જણાવ્યું હતું કે, આઝાદી પછી મોરબી અને માળીયાને સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે આ વિસ્તારના કામોમાં ખૂબ જ ગતિ મળી રહી છે. સ્વાગત પ્રવચન ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ રીબીન કાપીને જનસુવિધા કેન્દ્ર અને દીનદયાળ ક્લીનીકનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી જેસંગભાઇ હુંબલ, પાલિકાના કારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇ, અગ્રણી જિગ્નેશભાઇ કૈલા, પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મામલતદાર જી.એચ. રૂપાપરા, નગરપાલિકાના કાઉન્સીલરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News