મોરબીમાં સેવ ટ્રી સેવ એનવાયરમેંટ ના મેસેજ સાથે સિધ્ધી વિનાયક કા રાજા ગણેશોત્સવનું ભાવિ આયોજન
મોરબીમાં પાલિકા દ્વારા ગણેશજીની ચાર સ્થળે મૂર્તિ એકત્રિત કરશે
SHARE









મોરબીમાં પાલિકા દ્વારા ગણેશજીની ચાર સ્થળે મૂર્તિ એકત્રિત કરશે
મોરબીમાં ઘણી જગ્યાએ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ ઘટના ન બને તે માટે મોરબી નગરપાલિકા દ્વારા કલેક્ટરના જાહેરનામા મુજબ મોરબી શહેરમાં ચાર સ્થળે ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે મુર્તિ એકત્રિત કરવામાં આવશે.
હાલમાં પાલિકાના અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટેમોરબીના શનાળા રોડે સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલઈ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઈસ્કૂલ આમ ચાર જગ્યાએ સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ગણેશજીની મૂર્તિઓને સ્વીકારવામાં આવશે ત્યાર બાદ પાલિકાની ટિમ દ્વારા તેનું સલામત રીતે વિસર્જન કરવામાં આવશે
