હળવદમાં થયેલ ઘરફોડ ચોરીમાં મામાના ઘરે ખાતર પડનારા ભાણેજની ધરપકડ: 2.66 લાખના દાગીના રિકવર
મોરબીમાં સેવ ટ્રી સેવ એનવાયરમેંટ ના મેસેજ સાથે સિધ્ધી વિનાયક કા રાજા ગણેશોત્સવનું ભાવિ આયોજન
SHARE









મોરબીમાં સેવ ટ્રી સેવ એનવાયરમેંટ ના મેસેજ સાથે સિધ્ધી વિનાયક કા રાજા ગણેશોત્સવનું ભાવિ આયોજન
મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસ.પી. રોડ ઉપર અરવિંદભાઈ બારૈયા અને ત ટીમે દર વર્ષની જેમ આ વર્ષે પણ "સિધ્ધી વિનાયક કા રાજા" ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. અને ત્યાં વધુમાં વધુ ભક્તો દર્શન અને આરતીનો લાભ મળે તેના માટે સિધ્ધી વિનાયક કા રાજા માં જુદાજુદા બે સમયે આરતી કરવામાં આવે છે. ત્યારે મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ સદાતિયા, મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને આરતીનો લાભ લીધેલ હતો. વધુમાં માહિતી આપતા ઓમ બારૈયાએ જણાવ્યુ હતું કે, આ વખતે ગણેશ મહોત્સવની સાથે પર્યાવરણ અને પ્રકૃતિના જતનનો મેસેજ પણ સમાજમાં જાત તે માટે જંગલની થીમ ઉપર સિધ્ધી વિનાયક કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. વધુમાં એવું પણ જણાવ્યુ હતું કે, દરરોજ 10 થી 12 હજાર જેટલા લોકો ગણપતિ બાપાના દર્શન અને આરતીનો લાભ લેવા માટે આવે છે.
