મોરબીના આલાપ પાર્કમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સત્કાર સમારોહ યોજાયો
સરદાર પટેલના અખંડ ભારતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રેષ્ઠ ભારત બનાવશે: બ્રિજેશભાઇ મેરજા
SHARE
સરદાર પટેલના અખંડ ભારતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રેષ્ઠ ભારત બનાવશે: બ્રિજેશભાઇ મેરજા
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરીને આજે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે તેઓએ જણાવ્યું હતું કે ભારતને એક ભારત કરવા માટનું સપનુ સરદાર વલ્લભભાઈ પટેલ જોયું હતું અને હવે ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર કામ કરી રહી છે
સમગ્ર દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની સામેના ભાગમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મહામંત્રી જયુભા જાડેજા, પ્રદેશ ભાજપના મહામંત્રી જયંતિભાઇ કવાડીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સભ્ય સુરેશભાઇ દેસાઇ, ચેરમેન ભાવિકભાઈ જારીયા, ભાવેશભાઈ કંઝારીયા, મંજુલાબેન દેત્રોજા, જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, અનિલભાઈ મહેતા, નલિનભાઈ ભટ્ટ, કે.કે. પરમાર, તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર, અશોકભાઇ પટેલ સહિતના આગેવાનો અને કલેક્ટર જે.બી.પટેલ દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા ત્યારે જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા સરદાર સાહેબ અમર રહોના નારા પણ લગાવ્યા હતા
ત્યાર બાદ પત્રકારોને માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે આજે મોરબીમાં નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે હારતોરા કરીને ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતને એક ભારત બનાવવાનું સ્વપ્નું સરદાર વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું અને ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટેનું સપનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું છે જેને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેનું પરિણામ આગામી દિવસોમાં મળશે