સરદાર પટેલના અખંડ ભારતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રેષ્ઠ ભારત બનાવશે: બ્રિજેશભાઇ મેરજા
મોરબીના અજય લોરિયાની ટીમે શહીદ જવાનના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કર્યા
SHARE
મોરબીના અજય લોરિયાની ટીમે શહીદ જવાનના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કર્યા
થોડા સમય પહેલા જમ્મુ - કસ્મીરમાં જુદા જુદા આતંકી હુમલા કરવાં આવેલ જેમાં પંજાબના ૩, ઉત્તરપ્રદેશના ૧, કેરળના ૧ અને ગુજરાતના ખેડા જિલ્લાનો એક જવાન શહીદ થયેલ હતા ત્યારે આ છ શહીદ જવાનોએ દેશની સેવા કરતા શહીદ થયેલ હોય તેઓના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દેશભક્ત અને સેવાના ભેખધારી યુવાન, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને તેની ટીમ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે અને બાપાસિતારામ ચોકમાં ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને બે દિવસમાં અજય લોરીયા અને તેની ટીમે ૧૧.૨૬ લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા.
જેમાંથી હાલમાં અજયભાઈ લોરીયા અને તેની ટિમ દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનાં વણઝારીયા ગામના રહેવાસી શહિદ હરિશસિંહ પરમારના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત, ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર સહિતના હાજર રહયા હતા.વધુમાં સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના મેન્ટોર અજયભાઇ લોરીયાએ જણાવ્યુ હતું કે, શહિદ થયેલા હરિશસિંહની તેઓ શહિદ થયા તેના એક સપ્તાહ પહેલા જ સગાઈ થઇ હતી અને તેઓ આંતકી હુમલામાં શહિદ થયા હતા.