આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં રસ્તા બાબતે થયેલ મારા મારીના બનાવમાં જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત ચાર આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં રસ્તા બાબતે થયેલ મારા મારીના બનાવમાં જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત ચાર આરોપીની ધરપકડ

મોરબીમાં ગોકુલનગર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે બંને પક્ષેથી ફરિયાદ કરવામાં આવી હતી જેમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી સહિત કુલ ચાર આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં ગોકુલનગર શેરી નં-21 માં રહેતા કિરણબેન રતિલાલ ડાભી (27)એ મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રીએ રોહિતભાઈ શામજીભાઈ કંઝારીયાસંજયભાઈ ગોવિંદભાઈ કંઝારીયારમેશભાઈ ગોવિંદભાઈ કંઝારીયાઅને હરેશભાઈ રહે. બધા ગોકુલનગર પાછળ જાગાની વાડી વાળાની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કેરોહિતભાઈ અને સંજયભાઈએ ફરિયાદીના પતિ સાથે રસ્તો મોટો કરવા બાબતે બોલાચાલી કરી હતી દરમિયાન રમેશભાઈ અને હરેશભાઈએ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીના પતિ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી ત્યારે રોહિત કંઝારીયાએ ફરિયાદીના પતિને ધારિયાનો ઊંધો ભાગ માથાના ભાગે માર્યો હતો જ્યારે સંજયભાઈએ કુહાડીની બુંધરાવટીનો ભાગ ડાબા પગના ભાગે માર્યો હતો તેમજ ચંપાબેનને કુહાડીના હાથા વડે કોણીના ભાગે માર મારીને ઇજા કરી હતી તથા ફરિયાદીના જેઠાણી લાભુબેનને રોહિત કંઝારીયાએ ધારિયા વતી પગના ભાગે ઇજા કરી હતી અને લીલાબેનને માથાના ભાગે ઊંધું ધારિયું મારીને ઇજા કરી હતી તેમજ પથ્થરના છૂટા ઘા કરીને ફરિયાદી અને સાહેદોને ઈજા કરવામાં આવી હોય ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિતભાઈ શાંતિલાલ ઉર્ફે શામજીભાઈ કંઝારીયા (29) તેમજ સંજયભાઈ ગોવિંદભાઈ કંઝારીયા (36)રમેશભાઈ ગોવિંદભાઈ કંઝારીયા (28) અને હરેશભાઈ નારણભાઇ કંઝારીયા (47) રહે. બધા ગોકુલનગર પાછળ જાગાની વાડી વાળાની ધરપકડ કરેલ છે






Latest News