આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા ગણેશ પંડાલોમાં જઈને ઇસ્લામિક બોર્ડ નાબૂદ-સંપતિ બચાવવા લોકોને જાગૃત કરાયા


SHARE













મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા ગણેશ પંડાલોમાં જઈને ઇસ્લામિક બોર્ડ નાબૂદ-સંપતિ બચાવવા લોકોને જાગૃત કરાયા

મોરબીમાં હિન્દુ સંગઠન હિન્દુ યુવા વાહિની, હિન્દુ જાગરણ મંચ, અખિલ વિશ્વવ ગૌ સંવર્ધન l પરિષદ-દિલ્હી, જય મહાકાલ ગ્રુપના કાર્યકર્તા તથા અધિકારી ભાઈઓ બહેનો સિદ્ધિવિનાયક કા રાજા અને હાઉસિંગ બોર્ડ કા રાજા બંને ગણપતિ મહોત્સવમાં આરતીમા હાજર રહયા હતા અને ગણપતિ દાદાના દર્શન પૂજનનો લાભ લીધો હતો. અને હિન્દુ સમાજને જાગૃત કરવાના અનુસંધાને સંગઠન દ્વારા દરેક પંડાલમાં જઈને યોગ્ય રીતે હિન્દુ સનાતનની ભાઈઓ બહેનોને સમજાવવામાં આવ્યા હતા. જેમ કે. ઇસ્લામિક બોર્ડ નાબૂદ કરવા માટે લિંકમાં મેલ કરવા અને આપની સંપત્તિને કેવી રીતે બચાવવી શકાય છે તેની માહિત પણ આપી હતી વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, હિન્દુ સમાજ એકત્રિત ન હતો ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ગણપતિની પહેલી સ્થાપના કરીને સનાતનની હિંદુ ભાઈઓ બહેનોને એકત્રિત કરીને રાષ્ટ્રહિત માટેનું કાર્ય શરૂ કર્યું હતું. અને હાલમાં પણ મોરબીમાં હિન્દુ સંગઠનના કાર્યકર્તા તથા અધિકારી ભાઈઓ અને બહેનો દ્વારા હિન્દુ સમાજને એકત્રિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

મોરબીમાં બાલ ભારતી શ્રેણી અંતર્ગત નવદુર્ગા સેટની વિતરણ વ્યવસ્થા ગોઠવી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર વિભાગ દ્વારા બાલ ભારતી શ્રેણી અંતર્ગત નવદુર્ગા સેટની વેચાણ /વિતરણ વ્યવસ્થા ગોઠવાયેલ છે અને ભારત વર્ષના મહાન નારી રત્ન, સન્નારીઓ, મહા માનવો જેના જીવન થકી પ્રેરણા મળે, સંસ્કૃતિનું જતન થાય તેવા નાના પુસ્તકનો સેટ બનાવેલ છે. અને ૮ પુસ્તકનો સેટ ૧૦૦ રૂપિયા, ૪ પુસ્તકનો સેટ ૫૦ રૂપિયામાં મળી શકશે. અને ગરબીમાં બાળાઓને લહાણી માટે, શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આ નવદુર્ગા સેટ ઉત્તમ પથ દર્શક બની રહેશે. જેથી કરીને આ અંગેની વધુ માહિતી તથા પુસ્તક સેટ માટે મોરબી જિલ્લા પ્રચાર પ્રમુખ રાજેશભાઈ બદ્રકીયા (૯૮૨૫૪૨૧૦૩૧)નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News