મોરબી એસઓજીએ ચોરાઉ બાઇક સાથે એકને પકડયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મંગળવારે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન GMERS મેડિકલ કોલેજ મોરબીનું ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ હળવદના ચંદ્રગઢ ગામે પુત્રવધૂના આડા સબંધ બાબતે થયેલ માથાકૂટમાં પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાઓના આર્થિક ઉપાર્જન માટે પ્રાદેશિક મેળો યોજાશે


SHARE







મોરબીમાં મહિલાઓના આર્થિક ઉપાર્જન માટે પ્રાદેશિક મેળો યોજાશે

મોરબીમાં મહિલાઓના આર્થિક ઉપાર્જન અને ઉત્થાન માટે ૧૩ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન પ્રાદેશિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજયમાં મહિલાઓના સશક્તિકરણ માટે ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી. (જી.એલ.પી.સી.) દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા સ્વ-સહાય જૂથોને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃતિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. ઉત્પાદકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સ્વ-સહાય જૂથોને યોગ્ય બજાર વ્યવસ્થા મળી રહે તે હેતુથી જી.એલ પી.સી દ્વારા મેળાઓનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તારીખ: ૧૩ થી ૨૨ સુધી રત્નકલા ગ્રાઉન્ડ, સ્કાય મોલની બાજુમાં, શિવ હોલ સામે શનાળા રોડ મોરબી ખાતે પ્રાદેશિક મેળાનું આયોજન કરેલ છે. આ પ્રાદેશિક મેળામાં ઉપસ્થિત રહી મહિલાઓને પ્રોત્સાહિત કરવા મોરબીવાસીઓને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તથા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News