મોરબીના અજય લોરિયાની ટીમે શહીદ જવાનના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કર્યા
મોરબીમાં કોંગ્રેસ દ્વારા ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી-સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી-સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના લોખંડી મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી નિમિત્તે તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઇ પટેલ, જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી વિનોદભાઇ ડાભી, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ કાવર, મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કે.ડી.પડસુંબિયા, મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખ રાજેશભાઇ જારીયા મહેશભાઇ રાજ્યગુરુ, રમેશભાઈ રબારી, રાજેશભાઈ ચૌહાણ, તેમજ મોરબી શહેર, જિલ્લા અને તાલુકાના હોદેદારો અને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિતના લોકો હાજર રહ્યા હતા અને તેઓએ લોખંડી મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે હરતોરા કર્યા