મોરબીમાં ક્લાસીસના સંચાલકે સમયસર આવવા-બાકી ફી બાબતે ઠપકો આપતા વિદ્યાર્થીનીના પરિવારજનો સહિત 8 વ્યક્તિઓએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં તખ્તસિંહજી રોડ નવો બનાવવાનું કામ ચાલુ હોય ૩૦ દિવસ માટે રસ્તો બંધ, ૩ વૈકલ્પિક રસ્તાનું જાહેરનામુ પ્રસિધ્ધ રાજસ્થાનથી માટીની આડમાં આવતો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો: 11.09 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, ત્રણ ની શોધખોળ હળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડના સળિયાની ચોરીના બનાવમાં ચાર શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ મોરબી શહેર-તાલુકા વિસ્તારમાં દારૂની ચાર બોટલો સાથે ચાર શખ્સ ઝડપાયા, એકની શોધખોળ હળવદના જુના દેવળીયા ગામે ઘરની પાછળ અવારનવાર આવતા શખ્સને ટપારતા મહિલા સહિત ચાર વ્યક્તિઓને જાથી મારી નાખવાની ધમકી મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે એક્ટિવા અને બે રેકડીને ઉડાવનારા સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ગુનો નોંધાયો: આરોપીની શોધખોળ હળવદના ચરડવા ગામે રહેતા યુવાન સાથે ફૂલહારથી લગ્ન કરનાર કન્યા બીજા જ દિવસે છું: એક લાખની છેતરપિંડી
Breaking news
Morbi Today

મોરબીમાં ખોખરા હનુમાન ખાતે સંત કેશવાનંદ બાપુની સમાધિના 25માં વર્ષ નિમિત્તે કાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ: મોટી સંખ્યામાં સંતો-મહંતો આવશે


SHARE











મોરબીમાં ખોખરા હનુમાન ખાતે સંત કેશવાનંદ બાપુની સમાધિના 25માં વર્ષ નિમિત્તે કાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ: મોટી સંખ્યામાં સંતો-મહંતો આવશે

ખોખરા હરીહર ધામ ખાતે સેવા પ્રકલ્પોમાં કન્યા ગુરુકુળના વધુ એક પીછાનો ઉમેરો કરવાની ઈચ્છા છે: પૂજ્ય મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી

સમગ્ર મોરબીવાસીઓ જેને સંત તરીકે આસ્થા સાથે પૂજે છે તેવા પૂજ્ય કેશવાનંદ બાપુને સમાધિને 25 વર્ષ એટલે કે રજત જયંતિ વર્ષ હોય તે નિમિત્તે મોરબીના બેલા ગામ પાસે આવેલા ખોખરા હરીહર આશ્રમ ખાતે પૂજ્ય મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી તથા અન્ય સંતો અને સેવક ગણ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ભાગવત ઉપર તત્વચિંતન કરનાર જગતગુરુ દ્વારાચાર્ય મુલુક પીઠાધેશ્વર પૂજ્ય સ્વામી રાજેન્દ્રદાસજી દ્વારા કથાનું રસપાન કરાવશે. જેનો લાભ લેવા માટે ધર્મ પ્રેમીઓને આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

મોરબીના બેલા ગામે આવેલ ખોખરા હરિહર ધામ ખાતે આવતીકાલ તારીખ 19/9 થી કથાનો પ્રારંભ થશે અને તારીખ 25/9 ના રોજ કથા વિરામ થશે. આ કથા દરરોજ સવારે 9:00 કલાકે શરૂ થશે અને કથા દરમિયાન આવનાર શ્રદ્ધાળુ માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અત્રે નોંધનીય છે કે દૈનિક 15,000 જેટલા લોકો કથા શ્રવણ કરશે તેમજ દેશભર અને ગુજરાતભરમાંથી સંતો મહંતોને આમંત્રિત કરાયો હોય ખૂબ મોટી સંખ્યામાં સંતો મહંતો પણ હાજરી આપશે. 

મોરબીના વીસીપરામાં આવેલા ધોળેશ્વર સ્મશાન રોડ ઉપર પૂજ્ય કેશવાનંદ બાપુનો મૂળ આશ્રમ આવેલ છે અને ત્યાં તેઓની તપોભૂમિ હતી તે ઉપરાંત તેઓ જ્યારે બેચેની અનુભવતા કે જ્યારે શ્રદ્ધાળુનો ઘસારો વધુ હોય ત્યારે એકાંતમાં તપ કરવા માટે તેઓ મોરબીના બેલા ગામ પાસે આવેલા ડોક્ટર હનુમાન તરીકે જે તે સમયે ઓળખાતા એટલે હાલના ખોખરા હનુમાન ધામ ખાતે જતા હતા અને ત્યાં તેઓ તપ સમાધિ કરતા હતા આજે જ્યારે પૂજ્ય કેશવાનંદ બાપુને સમાધિ આપી તેને 25 વર્ષ થઈ રહ્યા છે ત્યારે રજત જયંતિ વર્ષ નિમિત્તે તેઓની સિદ્ધ કરેલી પાવનભૂમિ એવા ખોખરા હરિહર ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

તેઓના શિષ્ય પૂજ્ય મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીના દ્વારા આયોજિત આ ભાગવત કથાનું પઠન વૃંદાવન ખાતે મુલુક પીઠાધેશ્વર રાજેન્દ્રદાસજી બાપુ દ્વારા કથા શ્રવણ કરાવવામાં આવશે પૂજ્ય કેશવાનંદ બાપુ અહીં સમાધિ માટે આવતા હતા અને બાદમાં છેલ્લા અનેક વર્ષો સુધી અહીં સીતારામ બાપુ આ આશ્રમ સંભાળતા હતા અને હાલ છેલ્લા દસ વર્ષથી પૂજ્ય કનકેશ્વરી દેવી દ્વારા આ જગ્યાનું સંચાલન કરવામાં આવે છે અને પૂજ્ય કેશવાનંદ બાપુની સમાધિ લીધાને રજત જયંતિ વર્ષ તરીકે 25 વર્ષ નિમિત્તે આ સમગ્ર આયોજન કરવામાં આવી હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવેલ છે.

અત્રે ઉલેખનીય છેકે, કેશવાનંદ બાપુની સમાધિની તિથિ ડિસેમ્બર મહિનામાં આવી રહી છે પરંતુ ત્યારે કુંભમેળાનું આયોજન હોય આ આયોજન થોડું અગાઉ કરવામાં આવેલું છે જેથી કરીને દેશભરમાંથી સંતો મહંતો અહીં આવી શકે ઉપરોક્ત સમગ્ર આયોજન બાબતે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીએ જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણ 125 વર્ષ પૃથ્વી ઉપર રહ્યા તે દરમિયાન 11 વર્ષની 52 દિવસ વૃંદાવન ખાતે અને 14 વર્ષ મથુરા ખાતે રહ્યા હતા જોકે સો વર્ષ સુધી તેઓ દ્વારકામાં રહ્યા હતા માટે તેઓની દ્વારિકા લીલા ઉપર કથા કેન્દ્રિત કરવામાં આવી છે

આ કથામાં દ્વારકા લીલા ઉપરના પ્રસંગોને વધુ વર્ણવવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું છે વધુમાં માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા તેમજ અગ્નિ અખાડાના રામકૃષ્ણ નંદ મહારાજ અમરકંટક, આહવાન અખાડા ઋષિકેશના અરુણગીરી મહારાજ, બાગેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રી, મહામંડલેશ્વર ચિન્મયાનંદ સરસ્વતી, ઉદાસીન અખાડાના રઘુનંદજી કૃષ્ણાનંદજી, પથમેડા ગૌશાળા કે જ્યાં 1,00,000 થી વધુ ગૌવંશનો સંવર્ધન થાય છે તેવા ગૌઋષિ સમાન દત્તશરણદાસજી સહિત 500 થી વધુ સંતો મહંતો આ કથા દરમિયાન આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.

આ કથાનું દૈનિક 15,000 જેટલા શ્રદ્ધાળુઓ કથાનું કરશે તમામ માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલ છે અને આવા જવા માટે પણ વાહનની વ્યવસ્થા થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત સીએમ સહિતના રાજકીય આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવેલ હોય મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મોરબીના ખોખરા હરિહર ધામ આશ્રમ ખાતે સંસ્કૃત પાઠ શાળા, વેદ પાઠશાળા વગેરે ચાલી રહી છે જેમાં 75 જેટલા ઋષિ કુમારો તાલીમ લઈ રહ્યા છે અને તે ઉપરાંત અહીં અનાથ બાળકોને સાચવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં પણ 56 જેટલા બાળકો હાલ અહીં સાચવવામાં આવી રહ્યા છે જેમાં સેરેબલ પાલસી ગ્રસ્ત બાળક તેમજ એક વર્ષના બાળક કે જે હાલ મોટું થઈ રહ્યું છે તેવા બાળકોનો પણ સમાવેશ થાય છે.

તે ઉપરાંત ગૌશાળા આવેલી છે અને અહીં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર 108 ફૂટ હનુમાનજીની પ્રતિમા આવેલ છે અહીં વિશાળ કદના સંત નિવાસનું પણ આગામી સમયમાં આયોજન થઈ રહ્યું છે કે જ્યાં મહામંડલેશ્વર સહિતનાઓ પણ આવે તો રોકાઈ શકે તેવું વ્યવસ્થા જોવાઈ રહી છે અખંડ રામધૂન કે જે 15 વર્ષ સુધી ચાલી હતી અને બાદમાં કોરોનામાં જે બંધ થઈ હતી તે પુન ચાલુ થાય તેવા પણ પ્રયત્નો થઈ રહ્યા છે તે ઉપરાંત વધુમાં આયોજકોએ માહિતી આપે જણાવ્યું હતું કે દર મહિનાના બીજા મંગળવારે અહીં સ્ક્રીન તબીબ આવે છે જે લોકોને સેવા આપે છે તે ઉપરાંત દર મહિનાના ત્રીજા શનિવારે અહીં નાળી વેદ આવે છે જે પણ લોકોની સેવા કરતા હોય છે તે ઉપરાંત વધુમાં માહિતી આપતા પૂજ્ય મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજીએ જણાવ્યું હતું કે અહીં જે સેવા પ્રકલ્પો ચાલી રહ્યા છે તેમાં વધારો કરવા માટેનું પણ આયોજન વિચારાઈ રહ્યું છે જેમાં માત્ર કન્યાઓ માટે ભવિષ્યમાં ગુરુકુળ અહીં બને અને ખૂબ ઓછા ખર્ચે સારામાં સારી અદ્યતન શિક્ષણ કન્યાઓને મળે તેવું આયોજન પણ અમે વિચારી રહ્યા છીએ.

વધુમાં માહિતી આપતા આયોજકો જણાવ્યું હતું કે કથા દરમિયાન તારીખ 20 ના રોજ રાત્રિના 10:00 વાગે ભગવતી ગોસ્વામી અને પિયુષ મિસ્ત્રી દ્વારા ભજન સંતવાણી યોજાશે તારીખ 22 ના રોજ રાત્રિના 10:00 વાગે માયાભાઈ આહીર, સાધ્વી જયશ્રીદાસજી અને દમયંતીબેન બરડાઈ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે જ્યારે તારીખ 24 ના રાત્રીના 10:00 વાગે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ સૂરદાસ અને લલીતાબેન ઘોડાદરા દ્વારા ભજનસંતવાણીનો કાર્યક્રમ યોજાશે.

આ કથા દરમ્યાન દ્વારકા પીઠાધી સ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ આશીર્વાદ આપશે તે ઉપરાંત દીપ પ્રાગટ્ય અગ્નિ અખાડાના પીઠાદિશ્વર મહામંડલેશ્વર રામકૃષ્ણનંદજી મહારાજ અમરકંટક કરશે અને મહોત્સવના અધ્યક્ષ તરીકે અગ્નિ અખાડાના પૂજ્ય મુક્તાનંદ બાપુ આશીર્વાદ આપશે અને શ્રી કનકેશ્વરી દેવી ગુરુ શ્રી કેશવાનંદ બાપુ ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના આયોજન કે અન્ય બાબતો માટે વધુ વિગત માટે મોબાઈલ નંબર 99139 21340, 96240 44100, 98252 64524, 85110 57933, 63524 75347 અથવા 96649 51203 ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.




Latest News