માળિયા (મી)ના બગસરા ગામે દેવ સોલ્ટ પરિવાર દ્વારા ફ્રી મેગા મેડીકલ કેમ્પ યોજાશે
મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ યોગાસન સ્પર્ધામાં નેશનલ કક્ષાએ સિલેક્ટ
SHARE
મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ યોગાસન સ્પર્ધામાં નેશનલ કક્ષાએ સિલેક્ટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત આંતર કોલેજ યોગાસન સ્પર્ધામાં નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો જેમાં નવયુગ કોલેજ રનર્સ અપ રહી તેમજ યુનિવર્સિટીમાંથી કુલ છ ખેલાડીઓ નેશનલ કક્ષાએ રમવા જશે.તેમાંથી નવયુગ કોલેજના બે વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં નેશનલ કક્ષાએ ભાગ લેશે.જેમાં નવયુગ સાયન્સ કોલેજના સ્ટુડન્ટ બંસી કૈલા અને ઉર્વશી કાલોલા નેશનલ કક્ષાએ રમવા માટે પસંદગી પામેલ છે.આ સિદ્ધિ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ તમામ સ્ટાફગણ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.