વાંકાનેરના ધારાસભ્યએ પણ તંત્રએ ઊભી કરેલ વ્યવસ્થામાં સહકાર આપ્યો પણ આ બંને આયોજકોએ સહકાર આપેલ નથી: ડીવાયએસપી મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગની સુવિધા કરવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: જિલ્લામાં પથિક સોફટવેરમાં હોટલ માલિકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી મોરબી: ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ; મોરબી જિલ્લાના સફાઈ કામદારો જોગ મોરબીમાં ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે: મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરો મોરબી જિલ્લા વહિવટીતંત્રનું સંવેદનશીલ પગલું; લોકહિતાર્થે દર અઠવાડીએ જિલ્લાકક્ષાના અધિકારીઓ કરશે ગામડાઓની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી : નવયુગ બી.એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે  ફ્રેશર પાર્ટીનું આયોજન


SHARE











મોરબી : નવયુગ બી.એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે  ફ્રેશર પાર્ટીનું આયોજન

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના બી.એડ્.વિભાગ દ્વારા બી. એડ્.કૉલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓ માટે ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, સંસ્થાના ટ્રસ્ટી બળદેવભાઇ તથા સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર રાવલએ ખાસ હાજરી આપી હતી.

સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા દ્વારા તાલીમાર્થીઓને સમાજમાં શિક્ષકના મહત્વ તથા જવાબદારી વિશે ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત, સંસ્થા દ્વારા યોજાતી વિવિધ પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પી. ડી.કાંજીયાના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.આ પાર્ટીની થીમ "ભારતીય સંસ્કૃતિ" રાખવામાં આવી હતી.જે અંતર્ગત બી.એડ્.ના તાલીમાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિને રજૂ કરતા વિવિધ પોશાકો, નૃત્યો તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની પરંપરા અનુસાર દરેક તાલીમાર્થીઓ પાસે શપથ ગ્રહણ વિધિ કરાવવામાં આવી હતી કે તેઓ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંસ્થામાંથી કંઇક ઉત્તમ પ્રાપ્ત કરીને તથા ઉત્તમ નાગરિક બનીને જ સમાજમાં જશે.આમ, નવયુગ બી. એડ્. કૉલેજ દ્વારા ફ્રેશર પાર્ટીની ઉજવણી બી.એડ્.ના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓમાં  ઉમંગ, ઉત્સાહ તથા પ્રેરણા ઉમેરનારી રહી હતી.






Latest News