આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી : નવયુગ બી.એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે  ફ્રેશર પાર્ટીનું આયોજન


SHARE













મોરબી : નવયુગ બી.એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે  ફ્રેશર પાર્ટીનું આયોજન

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના બી.એડ્.વિભાગ દ્વારા બી. એડ્.કૉલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓ માટે ફ્રેશર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા, સંસ્થાના ટ્રસ્ટી બળદેવભાઇ તથા સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર રાવલએ ખાસ હાજરી આપી હતી.

સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા દ્વારા તાલીમાર્થીઓને સમાજમાં શિક્ષકના મહત્વ તથા જવાબદારી વિશે ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત, સંસ્થા દ્વારા યોજાતી વિવિધ પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પી. ડી.કાંજીયાના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.આ પાર્ટીની થીમ "ભારતીય સંસ્કૃતિ" રાખવામાં આવી હતી.જે અંતર્ગત બી.એડ્.ના તાલીમાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિને રજૂ કરતા વિવિધ પોશાકો, નૃત્યો તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની પરંપરા અનુસાર દરેક તાલીમાર્થીઓ પાસે શપથ ગ્રહણ વિધિ કરાવવામાં આવી હતી કે તેઓ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંસ્થામાંથી કંઇક ઉત્તમ પ્રાપ્ત કરીને તથા ઉત્તમ નાગરિક બનીને જ સમાજમાં જશે.આમ, નવયુગ બી. એડ્. કૉલેજ દ્વારા ફ્રેશર પાર્ટીની ઉજવણી બી.એડ્.ના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓમાં  ઉમંગ, ઉત્સાહ તથા પ્રેરણા ઉમેરનારી રહી હતી.






Latest News