વાંકાનેરના ધારાસભ્યએ પણ તંત્રએ ઊભી કરેલ વ્યવસ્થામાં સહકાર આપ્યો પણ આ બંને આયોજકોએ સહકાર આપેલ નથી: ડીવાયએસપી મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગની સુવિધા કરવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: જિલ્લામાં પથિક સોફટવેરમાં હોટલ માલિકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી મોરબી: ગુંગણ યુવા ગ્રુપ દ્વારા અમરનગર પાસે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન સુરત ખાતે નવનિર્મિત ગૌરવ સેનાની કુમાર છાત્રાલયમાં પ્રવેશ શરૂ; મોરબી જિલ્લાના સફાઈ કામદારો જોગ મોરબીમાં ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે: મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરો મોરબી જિલ્લા વહિવટીતંત્રનું સંવેદનશીલ પગલું; લોકહિતાર્થે દર અઠવાડીએ જિલ્લાકક્ષાના અધિકારીઓ કરશે ગામડાઓની મુલાકાત
Breaking news
Morbi Today

ગુજરાતમાં વીજ લાઇન પાથરતી કંપનીઓ તરફથી ખેડુતોને પુરતુ વળતર ન મળે તો રાજ્ય વ્યાપી આંદોલનની ખેડુતોની ચીમકી


SHARE











ગુજરાતમાં વીજ લાઇન પાથરતી કંપનીઓ તરફથી ખેડુતોને પુરતુ વળતર ન મળે તો રાજ્ય વ્યાપી આંદોલનની ખેડુતોની ચીમકી

મોરબી જિલ્લાના માળીયા અને હળવદ તાલુકાનાં ખેડૂતોના ખેતરોમાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થાય છે. જો કે, ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવી રહ્યું નથી જેથી કરીને આજે હળવદ તાલુકાના ધુળકોટ ગામે ખેડૂતો સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ન માત્ર મોરબી જિલ્લો પરંતુ ગુજરાતના 14 જિલ્લામાંથી ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા અને ગુજરાતમાં કોઈપણ જગ્યાએથી પાવર ગ્રીડની કે અન્ય કોઈપણ કંપનીની વીજ લાઈન પસાર થતી હોય તો ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો વળતર નહીં ચૂકવવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

 

મોરબી જિલ્લાના હળવદ અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી કચ્છના લાકડીયા થી લઈને વડોદરા સુધી જતી 765 કેવીની પાવર ગ્રીડ કંપનીની વીજ લાઈન પસાર થઈ રહી છે અને તે કંપની દ્વારા ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવતું નથી જેથી કરીને ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન કરવામાં આવે છે, રજૂઆતો કરવામાં આવે છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે તેમ છતાં પણ ખેડૂતોની વાતને સાંભળીને ખેડૂતોને આપવામાં આવતું નથી જેથી કરીને આજે હળવદ તાલુકાના ધુળકોટ ગામે ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ન માત્ર મોરબી જિલ્લાના હળવદ અને માળિયા પરંતુ ગુજરાતના જુદા જુદા 14 જિલ્લાઓમાંથી ખેડૂત આગ્રણીઓ અને ખેડુતો હાજર રહ્યા હતા અને આગામી સમયમાં ખેડૂતોને કોઈપણ વીજ લાઈન પસાર થતી હોય તો પૂરતું વળતર મળે તેના માટે થઈને આંદોલન શરૂ કરવા માટેની તૈયારી ખેડૂત આગેવાનોએ દર્શાવી હતી.

મોરબી જિલ્લા સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર ખેડૂતોને વીજ લાઈન પસાર થતી હોય ત્યાં પૂરતું વળતર મળતું ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે અને સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી રહી છે તેમ છતાં પણ સરકાર દ્વારા તેઓને ઠાલા આશ્વાસનો આપવામાં આવે છે અને તેઓને જે મળવાપાત્ર વળતર હોય છે તે રકમમાં વધારો કરવામાં આવતો નથી જેથી કરીને ખેડૂતોમાં વીજ કંપની સામે તેમજ સરકાર સામે ભારોભાર આક્રોશની લાગણી છે તેના જ માટે થઈને આજે જ્યારે હળવદના ધુળકોટ ગામે ખેડૂત સંમેલન યોજાયું હતું તેમાં અંદાજે 500 થી વધારે ખેડૂત અને ખેડૂત અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા.

આ તકે ખેડુત આગેવાન રાજુભાઇ કરપડા તેમજ સંમેલનના આયોજક કાનભા જાડેજાએ જણાવ્યુ હતુ કે, સરકાર દ્વારા કરવામાં આવેલા વખતો વખતના પરિપત્ર અને આદેશ નું અર્થઘટન અધિકારીઓ કંપનીને લાભ થાય તે રીતે કરતા હોવાનો આક્ષેપ ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો અને ખેડૂતોને પૂરતું વર્તન અધિકારીઓએ તેમના ખિસ્સામાંથી નથી આપવાનુ તેમ છતાં પણ ખેડૂતોને પૂરતું વર્તન મળે તે પ્રકારે નિર્ણય શા માટે નથી લેવામાં આવતો તે પણ એક સો મણનો સવાલ છે.

હાલમાં ખેડૂતો દ્વારા જે સંમેલનનું આયોજન ધુળકોટ ગામે કરવામાં આવ્યું હતું તેમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ખેડૂતોને વીજ લાઈન કંપની તરફથી પુરતુ વળતર ચૂકવવામાં નહીં આવે તો વીજ કંપનીના કામને આગળ વધતું અટકાવવામાં આવશે અને અંત સુધી લડી લેવાની ખેડૂતોની તૈયારી છે ત્યારે સ્થાનિક અધિકારીઓથી લઈને સરકાર સુધી તમામ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે તેવી લાગણી ખેડૂત આગેવાનો તથા હળવદમાં એકત્રિત થયેલા ખેડૂતોએ વ્યક્ત કરી છે.






Latest News