મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબી પાલીકા, આઇએમએ, ઈન્ડિયન લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના દ્વારા ધારાસભ્યની હાજરીમા સફાઈ અભિયાન


SHARE









મોરબી પાલીકા, આઇએમએ, ઈન્ડિયન લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના દ્વારા ધારાસભ્યની હાજરીમા સફાઈ અભિયાન

મોરબી નગરપાલિકા દ્રારા સ્વરછતા હી સેવા ૨૦૨૪ કાયઁક્રમ અંતઁગતઁ મોરબીનાં શનાળા રોડ ઉપર ઉમિયા સકઁલથી નવા બસસ્ટેન્ડ સુધીનાં રસ્તા ઉપર સ્વરછતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું.આ અભિયાનમા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમ્રુતિયા અને મોરબી નગર પાલિકાનાં ચીફ ઓફીસર કુલદીપસિંહ વાળા તથા ઈન્ડિયન લાયન્સ ક્લ્બનાં પ્રમુખ રુચિરભાઈ કારીયા તથા કે.સી મહેતા,અશોકભાઈ જોષી, હષઁદભાઈ ગામી, ભાવેશભાઈ દોશી, શષીકાંતભાઈ મહેતા, પુષ્પરાજસિંહ જાડેજા તથા ઈન્ડિયન લાયન્સ ક્લ્બના તમામ હોદેદારો તથા રોટરી ક્લબના પ્રમુખ કિશોસિંહ જાડેજા તથા સોનલબેન શાહ અને કોમનમેન ફાઉન્ડેશનનાં અગ્રણી અને સ્વરછ મોરબીનાં બ્રાન્ડ એમ્બેસેડર ડો.સતિષભાઈ પટેલનાં સંયુક્ત સહભાગીદારીથી શ્રમદાન થકી આ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

ઉપરોક્ત અભિયાન બાબતે મોરબીનાં લોકો પોતાનાં ધર, દુકાન, ઓફીસનો કચરો રોડ ઉપર નહીં ફેંકવા અને ડોર ટુ ડોર નાં ગારબેજ કલેકશન વેહીકલમાં નાંખવા ધારસભ્ય કાંતિભાઈ અમ્રુતિયાએ મોરબીનાં લોકોને અનુરોધ કરવામા આવ્યો છે અને જો કોઈ વિસ્તારમાં ડોર ટુ ડોર ગારબેજ કલેકશન વહીકલ ન આવે તો ચીફ ઓફીસર નગરપાલિકાને જાણ કરવા વિનંતિ કરી મોરબીનાં લોકોને સ્વરછતા અભિયાન પુરતું જ નહીં કાયમ માટે મોરબીને સ્વરછ રાખવા માટે સહકાર આપવા અપીલ કરી છે




Latest News