મોરબીમાં ડ્રાઈવર દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન
મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત
SHARE
મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી આગળ મહાનદીમાં પુલ પાસે એક વ્યક્તિ ડૂબી ગયેલ.જેની મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સતત બે દિવસની ભારે મેહનત બાદ બીજા દીવસે બપોરે 3 વાગે અરવિંદ ઉર્ફે ગંટુભાઇ મનસુખ વનારિયા (ઉમર 40) રહે.ત્રાજપર (મોરબી) નો મૃતદેહ ઢુંવા ચોકડી પાસે આવેલ મહાનદી માંથી મળ્યો હતો. નાહવા જતાં તે ડૂબી ગયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું. ત્યાંથી ડેડબોડી પાણીમાંથી બહાર કાઢેલ અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપેલ અને એમ્બ્યુલન્સ દ્વારા વાંકાનેર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું