મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પાંચ દિવસ પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે મોરબી નજીકથી રીક્ષામાં શંકાસ્પદ હાલતમાં ટ્રક એન્જિન લઈ જતાં ત્રણ શખ્સ પકડાયા મોરબીના બાયપાસ રોડે નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો મોરબીમાં ચારિત્રની શંકા કરીને પતિએ કરી નાખી પત્નીની હત્યા મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા
Breaking news
Morbi Today

વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE













વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા

વડાપ્રધાન મોદીજીના ૭૪ માં જન્મદિન નિમિતે ભુજ મધ્યે હોટલ વિરામમાં એક અનોખો અને મોદીજીને ખુબ જ ગમે તેવા કાર્યક્રમનું કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા આયોજન કરવામાં આવેલ.જનનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ૭૪ માં જન્મદિવસ નિમિતે તેમને હમેશા આદરયુક્ત દિવ્યાંગોને સ્વનિર્ભર બનાવવાની તેમને સહાયરૂપ થવાની મનોચ્છાને સકાર કરવા સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા તેમના જન્મદિન ઉજવણી નિમિતે મસ્કક્યુલર ડીસટ્રોફી નામના ગંભીર રોગથી પીડિત દિવ્યાંગ લોકોને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ-ભુજ, સુમિટો કેમીકલ ઈન્ડિયા લીમીટેડ, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના સહયોગે ૨૫ દિવ્યાંગોને ફ્રી ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા જિલ્લા કક્ષા, રાજય કક્ષાએ દોડ સ્પર્ધામાં ખ્યાતિ પામી રાષ્ટ્રીય કક્ષા ઓલમ્પિક ગેમ્સ માટીની તૈયારી કરી રહેલ ખેલાડીને આર્ટિફિશિયલ લેગ અર્પણ કરવામાં આવેલ.હોટેલ વિરામ-ભુજ માં આયોજીત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, તા.પ. ભુજ પ્રમુખ વિનોદ વારસાણી, અગદાન પ્રણેતા દિલિપભાઈ દેશમુખ ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, તાપસી શાહ, ભીમજીભાઈ જોધાણી, ઉપેન્દ્ર ઉપાધ્યાય, સુરેશભાઇ આહીર, સુમિટો કેમીકલ ઈન્ડિયા લીમીટેડ, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના આગેવાનો, આયુષ હોસ્પિટલ ઉપેન્દ્રસિંહ વાઘેલા તથા સમાજ નવનિર્માણ-ભુજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા દિવ્યાંગોને વ્હીલચેર તથા આર્ટિફિશિયલ લેગ મહેમાનો સાથે રહી વિતરણ કરવામાં આવેલ.




Latest News