મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ


SHARE













મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ

રાજકોટ ગેમઝોનમાં બનેલી ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી ત્યારે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ દ્વારા પત્ર લખીને બાલમંદિરથી શાળા-કોલેજ સુધીના જે કોઈપણ શૈક્ષણિક સંકુલોમાં  આ પ્રકારના પ્લાસ્ટિક ડોમ હોય તેને દૂર કરવા માંગ કરાયેલ છે.મોરબી શહેરમાં નર્સરી, પ્લે-હાઉસ, સ્કૂલો તથા કોલેજોમાં લાગેલા પ્લાસ્ટિક ડોમ દૂર કરવા માટે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં તેમજ ટેલિફોનિક વાત કરીને તાત્કાલીક પગલાં લેવા રજૂઆત કરાયેલ છે.

વધુમાં રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે, હાલ મોરબી શહેરમાં ઘણી નર્સરી, પ્લે-હાઉસ, સ્કૂલો તથા કોલેજોમાં પ્લાસ્ટિકના ડોમ બનાવવામાં આવ્યા છે.આ પ્લાસ્ટિકના ડોમ બનાવવાને કારણે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના જીવની સલામતી નથી.આવા ડોમ લગાવેલી નર્સરી, પ્લે-હાઉસ, સ્કૂલો તથા કોલેજોમાં શોટ સર્કિટ તથા અન્ય કારણોસર આગ લાગવાની પણ શક્યતા રહેલી છે.તથા કુદરતી આફતો જેમ કે વાવાઝોડામાં આવા ડોમને કારણે જાનહાનિ થઈ શકે તેમ છે. જો ભવિષ્યમાં આવા ડોમના કારણે તક્ષશિલા જેવી ઘટના બને કે રાજકોટ ટીઆરપી ગેમઝોન જેવી ઘટના બને તો જવાબદાર કોને ઠેરાવવામાં આવશે  ? માટે મોરબી શહેરમાં લાગેલા આવા પ્લાસ્ટિક ડોમને તાત્કાલિક હટાવા જોઈએ તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવેલ છે.




Latest News