વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

ધરાર વિસર્જન: મોરબીના મચ્છુ-3 ડેમમાં ગણેશ વિસર્જન કરનારા બે ગણેશોત્સવના આયોજકો સામે ગુના નોંધાયા


SHARE

















ધરાર વિસર્જન: મોરબીના મચ્છુ-3 ડેમમાં ગણેશ વિસર્જન કરનારા બે ગણેશોત્સવના આયોજકો સામે ગુના નોંધાયા

મોરબી શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે તેને તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમ છતાં પણ મોરબીમાં ગણેશ ઉત્સવના બે આયોજકો દ્વારા તંત્રએ ઉભી કરેલ વ્યવસ્થામાં ગણેશ વિસર્જન કરવાના બદલે મોરબી નજીકના મચ્છુ-3 ડેમમાં ધરાર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને ગણેશોત્સવના આયોજકોની સામે હાલમાં પોલીસ દ્વારા જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબીમાં ગણેશોત્સવ દરમિયાન લોકોએ પોતાના ઘરે તથા પંડાલોમાં ગણેશજીનું સ્થાપન કરીને ત્યાં ગણેશજીનું પૂજન અર્ચન કર્યું હતું અને ત્યારબાદ ગણેશ વિસર્જનની ઘડી આવી ત્યારે લોકોએ ભીની આંખે ગણેશજીને વિદાય આપી હતી ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં જુદી જુદી ચાર જગ્યા ઉપર ગણેશજીની મૂર્તિઓ લોકો પાસેથી એકત્રિત કરીને તેનું સલામત રીતે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ પિકનિક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવીને ત્યાં વિસર્જન કરવામાં આવી રહ્યું હતું અને વિસર્જનના દિવસે નગરપાલિકા દ્વારા ગણેશજીની નાની મોટી 560 કરતાં વધુ મૂર્તિઓનું કૃત્રિમ કુંડમાં સલામત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું.

જોકે મોરબીના રવાપર ગામ નજીક આવેલ એસપી રોડ ઉપર સિદ્ધિવિનાયક કા રાજા અને મયુર નગરી કા રાજા નામથી બે ગણેશોત્સવના આયોજન કરવામાં આવ્યા હતા અને તે બંને આયોજકો દ્વારા તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલ વ્યવસ્થામાં સહકાર આપીને ગણેશ વિસર્જન કરવાના બદલે પોતે પોતાની રીતે ક્રેન સાથે ગણેશ વિસર્જન કરવા માટે થઈને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુ -3 ડેમ ખાતે પહોંચ્યા હતા. જોકે અગાઉ પાલિકા દ્વારા ત્યાં ગણેશ વિસર્જન કરવામાં આવતું હતું પરંતુ આ વખતે ગણેશ વિસર્જન ત્યાં કરવામાં આવી રહ્યું ન હતું અને ખાસ કરીને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેમ છતાં જાહેરનામાનો ભંગ કરીને ગણેશ વિસર્જન ત્યાં જ કરવામાં આવ્યું હતું.

મોરબીના સિદ્ધિવિનાયક કા રાજા અને મયુરનગરી કા રાજાના આયોજકો દ્વારા મચ્છુ-3 ડેમમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. જેથી કરીને આ બાબતે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધાયેલ છે જેમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ભાવેશ દિનેશભાઈ ભટ્ટ દ્વારા સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવના આયોજક અરવિંદભાઈ છગનભાઈ બારૈયા રહે. 402-રાઘવ એપાર્ટમેન્ટ સુદર્શન પાર્ક રામકો બંગલો પાસે કેનાલ રોડ મોરબી તેમજ મયુરનગરી કા રાજા ગણેશોત્સવના આયોજક વિશ્વાસભાઈ વલ્લભભાઈ ભોરણીયા રહે. વિશ્વાસ પેલેસ સ્વાસ્તિક સોસાયટી નવા બસ સ્ટેશન પાછળ સનાળા રોડ મોરબી વાળાની સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ જુદા જુદા બે ગુના નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News