મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ધારાસભ્યને કાયમી શિક્ષકોની ભરતી કરવા આવેદનપત્ર પાઠવ્યું


SHARE









મોરબી જિલ્લાના ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ધારાસભ્યને કાયમી શિક્ષકોની ભરતી કરવા આવેદનપત્ર પાઠવ્યું

મોરબી જિલ્લાના ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને આગામી સમયમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે અને જગ્યા વધારા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

મોરબી જિલ્લાના ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે તેના જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા 2023માં TAT-1 અને TAT-2માં પાસ થયેલા ઉમેદવારોની 7500 જેટલી જગ્યા પર ભરતી કરવા જણાવવામાં આવ્યું છે. પરંતુ રાજ્યમાં NEP-2020 અંતર્ગત TAT પરીક્ષા નવી શિક્ષણનીતિ મુજબ લેવામાં આવેલ છે જે દ્વિસ્તરીય પદ્ધતિમાં કઠીન મહેનત કરી અંદાજે 38,730 જેટલા ઉમેદવારો ઉતીર્ણ થયા છે. જેની સામે રાજ્ય સરકાર દ્વારા માત્ર 7,500ની ભરતી કરવા જણાવામાં આવ્યું છે. જેથી કરીને અંદાજે 38,730 જેટલા ઉમેદવારો સામે માત્ર 7,500 ની જાહેરાતથી યુવાનોને અન્યાય થાય તેમ છે.

રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં હાલમાં નિવૃત થતા શિક્ષણ સહાયકો અને ખાલી જગ્યા સહીત 17,000 કરતા વધુ જગ્યા ખાલી છે. અને આગામી 31/10/2024 સુધીમાં પણ વધુ શિક્ષણ સહાયકની જગ્યા ખાલી થનાર હોય જેથી રાજ્યના શિક્ષણ પર ગંભીર અસર થનાર છે. ત્યારે આ બાબતે વિભાગને સૂચના આપી 7,500 શિક્ષણ સહાયકની ભરતીમાં વધારો કરવામાં આવે તો રાજ્યના અંદાજે 38,730 જેટલા યુવાનોને ન્યાય મળે તેમ છે જેથી યોગ્ય કરવાની માંગ કરી છે.

વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, 2023માં લેવામાં આવેલ TAT વિસ્તરીય પરીક્ષાની માર્કશીટ આવનાર બીજી TAT પરીક્ષાના પરિણામ સુધી માન્ય રાખવામાં આવેલ છે. જેથી ભરતી ઓછી સંખ્યામાં કરવામાં આવે તો યુવાનોને ખૂબ જ અન્યાય થાય એમ છે જેથી કરીને શિક્ષણ સહાયકની વધુમાં વધુ ભરતી કરવામાં આવે તેના માટે ધારાસભ્ય કાંતિભાઈએ આ રજુઆત મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી તેમજ રાજ્ય શિક્ષણમંત્રીને  કરી આપેલ છે. તેવું ટેટ અને ટાટ પાસ ઉમેદવારો પાસેથી જાણવા મળેલ છે.




Latest News