મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા મોરબીના વિવિધ વિસ્તારોમાં લોકોની વર્ષો જૂની સ્ટ્રીટ લાઇટની સમસ્યાનો આવશે અંત માળીયા મીયાણાના લક્ષ્મીવાસ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 ઝડપાયા મોરબીના લખધીરપુરથી પાનેલી ગામ તરફ જવાનો રસ્તા ઉપર યુવાનના લમણે એરગન રાખીને 1.60 લાખના મુદ્દામાલી લૂંટ મોરબીના નવી પીપળી ગામે ઓમપાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં ચોરી મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વળતર ચુકવવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો. ની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબી જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વળતર ચુકવવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો. ની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લામાં ભારે વરસાદ થયો હતો જેથી કરીને ખેડૂતોને મોટું નુકશાન થયેલ છે ત્યારે આ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને વહેલમાં વહેલી તકે સહાય આપવામાં આવે તો ખેડૂતોને નુકશાનીમાં રાહત મળે તેમ છે અને ચાલુ વર્ષનું પાક ધિરાણ ખેડૂતોનું સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે.

હાલમાં મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, તા.10 ઓગસ્ટ 2020ના રોજ રાજ્ય સરકારે ખેડૂતોને કુદરતી આપતીઓ સામે રક્ષણ આપતી યોજના પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ કરી દીધી હતી. ત્યારબાદ ગુજરાતના ખેડૂતો માત્ર સરકારની રહેમ અને દયા પર આધારિત થઈ ગયા છે સરકારે 20 ઓગસ્ટ 2020ના રોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા તે યોજના બે વર્ષ સુધી માત્ર પરિપત્ર આધારિત કાગળ પર રહી છે. ગુજરાતના એકપણ ખેડૂતને એકપણ રૂપિયાની સહાય આ યોજના મુજબ આપવામાં આવી નહિ. આમ ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને રામ ભરોસેછોડી દીધા છે. રાજ્ય સરકારની ખેડૂતોને કુદરતી આપતીઓ સામે રક્ષણ આપવાની જવાબદારી બને છે જે જવાબદારીમાંથી રાજ્ય સરકાર છટકી શકે નહીં પરંતુ રાજ્ય સરકાર 10 ઓગસ્ટ 2020 ના રોજથી પોતાની જવાબદારીમાંથી ઊંચા હાથ કરી દીધી છે. દુઃખની વાત એ છે કે 10 ઓગસ્ટ 2020 પહેલા વર્ષ 2020-21 નું પ્રધાનમંત્રી પાકવીમાં યોજના મુજબ પ્રીમિયમ ભરી દીધું હોવા છતાં યોજના બંધ કરી દીધી હતી અને તે ભરેલું પ્રીમિયમ પણ આજની તારીખ સુધી પરત કર્યું નથી.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કુદરતી આપતી સામે રક્ષણ આપતી એકપણ યોજના અમલમાં ન હોય કેન્દ્ર સરકારના 2016ના અછતગ્રસ્ત મેન્યુઅલનો અમલ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર કરતી ન હોય ખેડૂતો માટે સરકાર જાણે ઓરમાયું વર્તન કરતી હોય તેવું બહુ સ્પષ્ટ લાગી રહ્યું છે. કેમ કે, છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા 200 થી 500 ઉદ્યોગકારોના 14.56 લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે,  સુરતના સંજય એજાવા ભાઈએ કરેલી RTI માં મળેલી માહિતી મુજબ 24.95 લાખ  કરોડ રૂપિયાની ઉદ્યોગકારોની લોન રાઇટ ઓફકરી છે અને જાણવા મળતી માહિતી મુજબ સરકારે છેલ્લા 10 વર્ષમાં કોર્પોરેટ ટેક્ષ જે 32 ટકા હતો તે ધીમે ધીમે ઘટાડીને 22 ટકા કરી ઉદ્યોગકારો માટે ફાયદો અને દર વર્ષે દેશ પર ચાર લાખ કરોડનું ભારણ વધાર્યું છે. જો ઉદ્યોગકારો માટે લોન માફી”, “લોન રાઈટ ઓફ”, “ફ્રોડ લોન એન્ડ એમ્નેષ્ટી”, “લોન પૂન:રચનાજેવી જોગવાઈઓ હોય, RBIમાં પણ જોગવાઈઓ હોય તો ખેડૂતો માટે કેમ નહિ ?

ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં તમામ તાલુકાઓમાં વધારે વરસાદ થયો છે. ત્યારે મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષના ગાળામાં જેમ 200 થી 500 ઉદ્યોગકારોના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 50 થી 60 લાખ કરોડ જતા કર્યા છે એમ ગુજરાતના તમામ લોન ધારક ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ અને પશુપાલકોએ લીધેલ લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે, ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, સૂકા ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, નદીકાંઠે આવેલા ખેતરોમાં ખૂબ મોટું નુકશાન થયું છે ત્યારે જમીન ધોવાણનું વળતર આપવામાં આવે આ ઉપરાંત ખેડૂતોને થયેલ પાક નુકશાની સામે SDRF સિવાય ઓછામાં ઓછું રાજ્ય સરકારના ભંડોળમાંથી 10 હજાર કરોડનું આર્થિક પેકેજ આપવામા આવે તેવી માંગ કરવામાં આવી છે. અને પ્રધાનમંત્રી પાકવીમા યોજના બંધ કરી હતી. તે પહેલા ગુજરાતના અંદાજે 12 લાખ ખેડૂતોએ વર્ષ 2020-21 માં 450 કરોડ કરતા વધારે રકમનું વીમા માટેનું પ્રીમિયમ ભરી દીધું હતું જે રકમ પછી આપવામાં આવે તેવી માંગ કરી છે.








Latest News