મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા ચાર વ્યાજખોરોના બે દિવસના રિમાન્ડ


SHARE







મોરબીમાં વૃદ્ધને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા ચાર વ્યાજખોરોના બે દિવસના રિમાન્ડ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં વૃદ્ધે લખેલ ત્રણ પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્ની ફરિયાદ લીધી હતી અને 15 શખ્સોની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો હતો જેમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતાં કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

મૂળ ચરાડવા ગામના રહેવાથી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હરેશભાઈ કાંતિભાઈ સાયતા (56) નામના વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પત્ની જ્યોતિબેન હરેશભાઈ સાયતા (58)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 15 વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું હતું કે, તેના પતિએ અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધેલા હતા જેની વ્યાજે રૂપિયા આપનારા શખ્સો દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જે માનસિક ત્રાસ્તિ કંટાળીને તેના પતિ દ્વારા પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે જોકે મૃતકે આપઘાત કરતા પહેલા ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી હતી જેના આધારે મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આ ગુનામાં પોલીસે ભીખાભાઈ ઉર્ફે અમૃતલાલ લાલજીભાઈ ભોજાણી (61) રહે. શનાળા રોડ માણેક સોસાયટી મોરબી, નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી (58) રહે. શનાળા રોડ માણેક સોસાયટી મોરબી, ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા (61) રહે. શનાળા રોડ મોરબી અને જગદીશ ઉર્ફે જગાભાઈ દેવરાજભાઈ ઠક્કર (65) રહે. મોરબી વાળાની પોલીસ દ્વારા ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ચારેય આરોપીના સોમવારે બપોર સુધી એટ્લે કે બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આ ગુનામાં હજુ આરોપી યશવંતસિંહ રાણા, રાજભા અંકુર સોસાયટી, યોગેશભાઈ મિસ્ત્રી, સવજીભાઈ ફેફરભાઈ પટેલ, વનરાજસિંહ, નવીનભાઈ હીરાભાઈ, મહાવીરસિંહ, ભાવેશભાઈ કારીયા, સમીરભાઈ પંડ્યા, લલિત મીરાણી અને કલ્પેશભાઈ જગાભાઈ ઠક્કરને પકડવાના બાકી છે.






Latest News