મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગેરકાયદે ચાલતા પશુ કતલખાના બંધ કરવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની કલેકટરને રજૂઆત


SHARE











મોરબી જિલ્લામાં ગેરકાયદે ચાલતા પશુ કતલખાના બંધ કરવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની કલેકટરને રજૂઆત

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં મંજૂરી વિના કતલખાના ચાલી રહેલા છે આવા ગેરકાયદે પશુ કતલખાના બંધ કરાવવા માટે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મોરબીના કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કલેકટરને કરેલ આ રજુઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી વગર ચાલતા પશુ કતલખાના અને પશુ પ્રત્યેના ઘાતકીપણાના કૃત્યો બંધ કરાવવા અનિવાર્ય છે. જીલ્લામાં જાહેર રોડ રસ્તા પર ચાલતા કતલખાનાના કારણે જિલ્લામાં રહેતા બહુમતી હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે જેની તેઓને વારંવાર ફરિયાદ મળે છે. માટે હાઇકોર્ટની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આવી રીતે ગેરકાયદેસર ચાલતા કતલખાના અને સામાજિક દૂષણ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે અને હિન્દુ સમાજની લાગણી દુભાવનારાઓની સામે વહીવટી તંત્ર કડક પગલા ભરે અને કાયદો વ્યવસ્થા યોગ્ય જળવાઈ રહે તે માટે જાહેરનામું અમલી કરવામાં આવે તે જરૂરી છે.

વધુમાં જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના પંચાસર રોડ પર આવેલી મહાદેવનગર સોસાયટીની સામે સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરી નોનવેજનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે.જેથી ત્યાંના લોકોની રજૂઆત મળી હતી કે ત્યાંથી પસાર થઈએ ત્યારે ભયંકર દુર્ગંધ હોય છે અને રોગચાળાનો પણ ભય રહે છે જેથી ગણેશ વિસર્જન સમયે જે પ્રકારે જાહેરનામાનો કડક અમલ કરાવ્યો હતો એવી જ રીતે કતલખાના અને નોનવેજના વેચાણ અંગે જીલ્લામાં જાહેરનામું બહાર પાડીને ગેરકાયદે કતલખાના બંધ કરાવવા માટે જાહેરનામાનુનું કડક પાલન કરાવવામાં આવે તેવી માંગ કરેલ છે.




Latest News