મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજીત ભારત કો જાનો પ્રશ્નમંચના પ્રાથમિક વિભાગમાં માધાપરવાડી શાળાની બાળાઓનો પ્રથમ નંબર


SHARE





























મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજીત ભારત કો જાનો પ્રશ્નમંચના પ્રાથમિક વિભાગમાં માધાપરવાડી શાળાની બાળાઓનો પ્રથમ નંબર

વિદ્યાર્થીઓ ભારતની પ્રાચીન ઉજ્જવળ પરંપરાથી જ્ઞાત થાય અને સાંસ્કૃતિક જ્ઞાન વધે તેવા હેતુથી દર વર્ષે ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા મોરબીમાં આ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.મોરબી જિલ્લા ની પ્રાથમિક અને માધ્યમિક શાળાના કુલ 2,227 વિદ્યાર્થીઓએ  સૌ પ્રથમ શાળા કક્ષાએ લેખિત  પરીક્ષામાં (પ્રશ્નમંચમાં) ભાગ લીધેલ. ત્યાર બાદ શાળા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ કુલ 56 વિદ્યાર્થીઓ વચ્ચે જિલ્લા કક્ષાની સ્પર્ધા સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે યોજાયેલ હતી. આ કાર્યક્રમમાં  અતિથિ તરીકે જીતેન્દ્રભાઈ વિરમગામા (જિલ્લા બૌદ્ધિક પ્રમુખ આરએસએસ) તથા કાર્તિકભાઈ પાંચોટીયા (નાલંદા વિદ્યાલયના સંચાલક) તથા પ્રવિણભાઈ રાજાણી (સાર્થક વિદ્યાલયના સંચાલક) તથા જીલેશભાઈ કાલરીયા (કિશાન સંઘના પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ સ્થાને પીએમશ્રી માધાપર વાડી કન્યા શાળા, દ્વિતીય સ્થાને સત્યમ વિદ્યાલય અને તૃતીય સ્થાને નવયુગ વિદ્યાલય રહી હતી. તેવી જ રીતે માધ્યમિક વિભાગમાં પ્રથમ સ્થાને ન્યુ ઓમ શાંતિ વિદ્યાલય, દ્વિતીય સ્થાને તપોવન વિદ્યાલય અને તૃતીય સ્થાને અભિનવ સ્કૂલ રહી હતી. આ પ્રશ્નમંચ (ક્વિઝ) સંયોજક હિરેનભાઇ ધોરિયાણી અને સહસંયોજક રાવતભાઈ કાનગડ દ્વારા લેવામાં આવેલ છે આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હરદેવભાઈ ડાંગર અને રાકેશભાઈ મેરજાએ સેવા આપેલ છે. ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા અને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવેલ હતું. રવિન્દ્રભાઈ ત્રિવેદી (ભા.વિ.પ.પશ્ચિમ ક્ષેત્રના સેવા પ્રકલ્પ સહમંત્રી ) તથા મોરબી શાખાના સચિવ હિમતભાઈ મારવાણિયા, કોષાધ્યક્ષ ચિરાગભાઈ હોથી,મહિલા સહભાગિતા દર્શનાબેન પરમાર,સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, પ્રાંતના સમૂહગાન સ્પર્ધાના સહસંયોજક ધ્રુમિલ આડેસરા, વિનુભાઈ મકવાણા, વિપુલભાઈ અમૃતિયા, કૌશિકભાઈ અઘારા, મનહરભાઈ કુંડારિયા, હિરેનભાઈ સિણોજીયાએ  સ્પર્ધામાં ભાગ લીધેલ અને સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને શિલ્ડ આપી સન્માનિત કરેલ છે.

આ કાર્યક્રમનું સુચારુ સંચાલન પંકજ ભાઈ ફેફર દ્વારા કરવામાં આવેલ હતું, આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ પૂજાબેન અશ્વિનભાઈ કડીવાર (અંજલિ મેડિકેર એજન્સી) તથા ગિરીશભાઈ પટેલ (પરમેશ્વર લેમીનેટ)એ આપ્યો હતો, સ્થાન તથા અન્ય જરૂરીયાતો કિશોરભાઈ શુકલ (સાર્થક વિદ્યામંદિર)એ પૂરી પાડી હતી. આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ નંબરે આવેલ માધાપર વાડી કન્યા શાળાની વિદ્યાર્થિની હેન્સી દિલીપભાઈ પરમાર તથા વંદના હંસરાજભાઇ પરમાર બંને બાળાઓએ ટિમવર્કથી પ્રશ્નોના જવાબ આપ્યા હોય એમને વિજેતા જાહેર કરવામાં આવતા આગામી 6 ઓકટોબરે સુરેન્દ્રનગર ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત કક્ષાની ભારત કો જાનો પ્રશ્નમંચમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ કાર્યક્રમ સંયોજક તરીકે હિરેનભાઇ ધોરીયાણી, સહસંયોજક રાવતભાઇ કાનગડ, કોષાધ્યક્ષ ચિરાગભાઈ હોથી સચિવ હિંમતભાઈ મારવણિયા, અધ્યક્ષ ડો.જયેશભાઈ પનારા તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.
















Latest News